દાદાનું બુલડોઝર ફરી એકવાર ગુજરાતમાં ગરજ્યું! આ વિસ્તારમાં હજારો હેક્ટર કરોડોની જમીન ખુલ્લી કરાઈ

યાત્રાધામ બેટ દ્વારકાના છે. જ્યાં દાદાનું બુલડોઝર ફરી એકવાર ગરજ્યું. અને એવું ગરજ્યું કે અનેક ગેરકાયદે દબાણો તોડી પડાયા. સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણોને તંત્રએ તોડી પાડ્યા. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી.

દાદાનું બુલડોઝર ફરી એકવાર ગુજરાતમાં ગરજ્યું! આ વિસ્તારમાં હજારો હેક્ટર કરોડોની જમીન ખુલ્લી કરાઈ

ઝી બ્યુરો/દ્વારકા: ગુજરાતમાં એવી અનેક શહેરો અને તીર્થધામો છે જ્યાં ગેરકાયદે દબાણો થયેલા છે. સરકારી જમીન પર ખોટી થયેલા બાંધકામને કારણે સામાન્ય લોકોને અગવડ પડી રહી છે. પરંતુ આવા દબાણો સામે દાદાનું બુલડોઝર પર પણ છેલ્લા ઘણા સમયથી ગરજી રહ્યું છે. યાત્રાધામ બેટ દ્વારકામાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું અને હજારો હેક્ટર જમીન ખુલ્લી કરાવી.

  • ફરી ગરજ્યું દાદાનું બુલડોઝર 
  • ગેરકાયદે દબાણો તોડી પડાયા 
  • બેટ દ્વારકામાં ફરી ડિમોલીશન 
  • હજારો હેક્ટર જમીન ખુલ્લી કરાઈ

યાત્રાધામ બેટ દ્વારકાના છે. જ્યાં દાદાનું બુલડોઝર ફરી એકવાર ગરજ્યું. અને એવું ગરજ્યું કે અનેક ગેરકાયદે દબાણો તોડી પડાયા. સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણોને તંત્રએ તોડી પાડ્યા. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી. દરિયાઈ સુરક્ષા સામે જોખમી બનેલા આ દબાણો તોડવા ખુબ જ જરૂરી હતા. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં લાંબા સમયથી સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો હતો. 

  • કેટલી જમીન ખુલ્લી કરાઈ?
  • લાઈટ હાઉસ નજીક 150 ચોરસ મીટર
  • હાથી ગેટ નજીક 200 ચોરસ મીટર
  • મેઈન રોડ પર 500 ચોરસ મીટર 
  • કરોડોની જમીન ખુલ્લી કરાવવામાં આવી

નગરપાલિકાએ છેલ્લા 15 દિવસમાં 250 નોટિસો આપી હતી. અને દબાણો દૂર કરવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ ગેરકાયદે કબજો કરનારા લોકોએ દબાણ ન હટાવતાં તંત્રના બુલડોઝરે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીથી લાઈટ હાઉસ નજીક 150 ચોરસ મીટર, હાથી ગેટ નજીક 200 ચોરસ મીટર અને મેઈન રોડ પર 500 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી. જેની કિંમત કરોડોમાં થાય છે.

  • ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર 
  • કરોડોની સરકારી જમીન કરાઈ ખુલ્લી
  • અધિકારીઓની હાજરીમાં ડિમોલીશન 
  • દરિયાઈ સુરક્ષા માટે જોખમી હતા દબાણો
  • ફરી એકવાર બેટ દ્વારકામાં કરાઈ કાર્યવાહી

ગુજરાત સરકાર જ્યાં પણ આ રીતે ગેરકાયદે દબાણો ઉભા કરવામાં આવ્યા છે તેને તોડી પાડવા માટે કટિબદ્ધ છે. બેટ દ્વારકામાં કરાયેલી આ કાર્યવાહીમાં 1100થી વધુ પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા. આપને જણાવી દઈએ કે બેટદ્વારકામાં ભવ્ય કોરીડોરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ કોરિડોરમાં આ તમામ ગેરકાયદે દબાણો નડતર રૂપ હતા. તે તમામને ધીરે ધીરે હટાવવાનું કામ ચાલી રહ્યું છે. બેટદ્વારકા ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હિન્દુ આસ્થાનું એક મોટું કેન્દ્ર છે. ત્યારે આ તમામ જમીન ખુલ્લી થતાં હવે પ્રવાસીઓ માટે સારી સુવિધા ઉભી કરી શકાશે અને પ્રવાસનનું એક મોટું હબ બનશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news