શું તમે પણ સલાડમાં લીંબુ અને મીઠું મિક્સ કરીને ખાવ છો ? તો આ વાત તમારે જાણવી જ જોઈએ
Health Care Tips: પરંતુ જો તમે સલાડમાં લીંબુ અને મીઠું મિક્સ કરીને ખાવ છો તો આ એક મોટી સમસ્યા છે. સલાડમાં લીંબુ અને મીઠું મિક્સ કરીને ખાવાથી તેનો સ્વાદ તો વધે છે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને નુકસાન સાબિત થાય છે.
Trending Photos
Health Care Tips: સ્વાસ્થ્ય સારું રહે તે માટે સલાડ વધારે પ્રમાણમાં ખાવું જોઈએ. સલાડ ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. આ વાત તો તમે પણ જાણતા હશો. પરંતુ જો તમે સલાડમાં લીંબુ અને મીઠું મિક્સ કરીને ખાવ છો તો આ એક મોટી સમસ્યા છે. સલાડમાં લીંબુ અને મીઠું મિક્સ કરીને ખાવાથી તેનો સ્વાદ તો વધે છે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સલાડમાં નમક અને લીંબુ મિક્સ કરીને ખાવાથી તેમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે અને તે શરીરને બીમાર કરી શકે છે.
આ પણ વાંચો:
સલાડની ઉપર જ્યારે મીઠું નાખવામાં આવે છે તો તેનું સોડિયમ લેવલ વધી જાય છે જેના કારણે હાઈ બીપી ની ફરિયાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ કોઈપણ વસ્તુમાં ઉપરથી નમક ઉમેરીને ખાવાની મનાઈ કરે છે. વધારે નમક ખાવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય છે અને તેના કારણે હાડકા નબળા પડી જાય છે.
સલાડમાં ઉપરથી નમક અને લીંબુ ઉમેરવાથી ડાયજેસ્ટિવ એન્જાયમને નુકસાન થાય છે. તેનાથી સાંધાના દુખાવાની ફરિયાદ પણ વધી શકે છે. આ ઉપરાંત તેનાથી બેચેની પણ થાય છે અને ઊંઘ પણ આવતી નથી. મીઠાના કારણે થતા નુકસાનથી બચવું હોય અને સલાડનો સ્વાદ પણ વધારવો હોય તો સલાડમાં સંચળ અથવા તો સિંધવ મીઠું ઉમેરવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે