ઉત્તર ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી! અંબાલાલની રાજ્યના ખેડૂતોને આપી મહત્વની સલાહ

Ambalal Patel Forecast: ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ભર શિયાળે મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થયું છે. જેના પગલે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો માવઠું થશે તો શિયાળું પાકને નુકસાન થઈ શકે છે.

1/9
image

ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે પણ એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરાઈ છે. પશ્ચિમ રાજસ્થાનમાં ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઊંચકાયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે. 

2/9
image

રાજ્યમાં પવનની ગતિ 10/15 કિમી પ્રતિ કલાકની રહેવાની પણ શક્યતા જોવામાં આવી છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની રહેશે. અમદાવાદમાં આજે 16.6 જયારે ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં આજે 16 ડિગ્રી તાપમાન સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે.

3/9
image

ગુજરાતનું વાતાવરણ ભયંકર રીતે કરવટ બદલી રહ્યું છે. ઠંડીની આવજા ચાલુ છે. આ વચ્ચે હવે ગુજરાતમાં વાદળો મંડરાયા છે. આજથી ગુજરાતમાં સંકટના વાદળો છવાશે. ગુજરાતમાં ફરી વાદળો મંડરાયા છે, અને કમોસમી વરસાદની આગાહી આવી છે. બનાસકાંઠામાં વરસાદી છાંટા આવ્યા છે. 

4/9
image

રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થયા વરસાદની આગાહી કરી છે. જેને પગલે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઊંચકાયું છે. જેથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે. 

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ અચાનક ઘટ્યું

5/9
image

ગુજરાતમાં ઠંડીનો પારો ઉંચોનીચો થઈ રહ્યો છે. શુક્રવાર સુધી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. પરંતું શનિવારથી અચાનક રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ છે. જેથી લોકોને રાહત અનુભવાઈ રહી છે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો નીચે ગયો છે. તો બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. ઉત્તરાયણ બાદ ઠંડી ઘટવાની હવામાન ખાતાની આગાહી છે. 

આવી રહ્યું છે વાવાઝોડું

6/9
image

10 અને 12 જાન્યુઆરીની વચ્ચે તાજી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જે પૂર્વીય પવનો સાથે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે. પશ્ચિમી પવન મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ચાટ બનાવે છે. જેના કારણે ઉત્તર-પૂર્વ આસામમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. 

7/9
image

વિષુવ વૃત્તીય હિંદ મહાસાગર, બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં અને નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં પણ ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે. ઉત્તર તમિલનાડુ અને તેની આસપાસ અન્ય ચક્રવાતનું પરિભ્રમણ પણ રચાયું છે. તાજા હવામાનની અસરને કારણે આસામમાં 12 જાન્યુઆરી સુધી છૂટાછવાયા કરા પડી શકે છે. પશ્ચિમ ભારતમાં હળવા, મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી

8/9
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યં કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયલ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે.   

દેશમાં ક્યાં ક્યાં છે વરસાદની આગાહી

9/9
image

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, ઉત્તર ભારતના હવામાન પર 10-12 જાન્યુઆરી સુધી અસર થશે. આના કારણે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ પડશે. તે જ સમયે, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં ૧૧ જાન્યુઆરીએ, ઉત્તરાખંડમાં ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ અને રાજસ્થાનમાં પણ ૧૧ જાન્યુઆરીએ વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ ભારે વરસાદ પડશે, કેરળ અને માહેમાં ૧૨ જાન્યુઆરીએ ભારે વરસાદ પડશે.