અયોધ્યા કેસ: 'સુનાવણી દરમિયાન તમામ સવાલો મુસ્લિમ પક્ષને જ કેમ કરાઈ રહ્યાં છે?'
અયોધ્યા કેસમાં 38માં દિવસની સુનાવણી જ્યારે શરૂ થઈ તો સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને કોર્ટને કહ્યું કે આજે દલીલો પૂરી કરવી શક્ય થશે નહીં. તેમણે આજના સમય ઉપરાંત દોઢ કલાકનો વધુ સમય પોતાની દલીલો પૂરી કરવા માટે માંગ્યો. કોર્ટે કહ્યું કે આજે જ તમે તમારી વાત પૂરી કરવાની કોશિશ કરો.
Trending Photos
નવી દિલ્હી: અયોધ્યા કેસમાં 38માં દિવસની સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે મેં નોટિસ કર્યું છે કે સુનાવણી દરમિયાન બેન્ચના તમામ સવાલ મુસ્લિમ પક્ષને જ કરવામાં આવી રહ્યાં છે. હિન્દુ પક્ષને કોઈ સવાલ પૂછાયો નહીં. રામલલાના વકીલ સી એસ વૈદ્યનાથને તેના પર વિરોધ દર્શાવતા કહ્યું કે આ સાવ ખોટી વાત છે. ધવને કહ્યું કે હું કોઈ પાયાવિહોણી વાત નથી કરતો. મારી જવાબદારી બને છે કે હું બેન્ચના તમામ સવાલોના જવાબ આપું પણ તમામ સવાલો મુસ્લિમ પક્ષને જ કેમ કરાઈ રહ્યાં છે.
વિવાદિત ઈમારત પર હંમેશાથી મુસલમાનોનો કબ્જો ગણાવી રહેલા રાજીવ ધવને સુપ્રીમ કો ર્ટને સવાલ કર્યો કે જ્યારે બહારના ભાગમાં રામ ચબુતરો, સીતા રસોઈ બનાવીને પૂજા કરતા હતાં ત્યારે સંપૂર્ણ કબ્જો તમારો કેવી રીતે થયો? રાજીવ ધવને કહ્યું કે તમામ સવાલ અમને કરાઈ રહ્યાં છે અને બીજા પક્ષને કોર્ટ સવાલ નથી કરતી. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ટિપ્પણી અયોગ્ય છે.
આ અગાઉ અયોધ્યા કેસમાં 38માં દિવસની સુનાવણી જ્યારે શરૂ થઈ તો સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને કોર્ટને કહ્યું કે આજે દલીલો પૂરી કરવી શક્ય થશે નહીં. તેમણે આજના સમય ઉપરાંત દોઢ કલાકનો વધુ સમય પોતાની દલીલો પૂરી કરવા માટે માંગ્યો. કોર્ટે કહ્યું કે આજે જ તમે તમારી વાત પૂરી કરવાની કોશિશ કરો.
જો કે નક્કી શેડ્યુલ મુજબ સોમવારે મુસ્લિમ પક્ષ પાસે પોતાની વાત રજુ કરવાની છેલ્લી તક છે. મંગળવાર અને બુધવારે હિન્દુ પક્ષને જવાબ આપવા માટે છેલ્લી તક મળશે અને ત્યારબાદ 17મી ઓક્ટોબરે સુનાવણી પૂરી થયા પછી કેસનો ચુકાદો અનામત રાખવામાં આવશે.
જુઓ LIVE TV
આ બધા વચ્ચે પૂજાના અધિકાર માટેની અરજી આપનારા ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીને કોર્ટ રૂમમાં આગળ બેઠેલા જોઈને મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને વિરોધ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આ જગ્યા વકીલોની છે. કોઈને પણ અહીં બેસવાનો હક નથી. પોતાના કેસની પેરવી પોતે કરનારા સ્વામી આગળ બેસતા આવ્યાં છે. રાફેલ કેસમાં અરુણ શૌરી પણ આગળ બેઠા હતા.
આ બધા વચ્ચે અયોધ્યામાં 17 ઓક્ટોબર સુધીમાં સુનાવણી પૂરી થવાની શક્યતાને ધ્યાનમાં રાખતા અયોધ્યાનું જિલ્લા પ્રશાસન અલર્ટ થઈ ગયું છે. 17 નવેમ્બર પહેલા સંભવિત ચુકાદાને ધ્યાનમાં રાખીને 10 ડિસેમ્બર સુધી જનપદમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. દીપોત્સવ, ચેહલ્લુમ અને કાર્તિક મેળાને જોતા આગામી 2 મહિના સુધી અયોધ્યા જનપદમાં કલમ 144 લાગુ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે