આતંકવાદીઓની વિચારધારા સામે લડત ખુબ જરૂરી: NSA અજીત ડોભાલ
Trending Photos
નવી દિલ્હી: ATS&STFના પ્રમુખોની એક બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે આતંકવાદને ખતમ કરવા માટે કડક કાર્યવાહીની જરૂર છે. તેમણે કહ્યું કે આપણે આતંકવાદીઓની વિચારધારા સામે લડવાની ખુબ જરૂર છે. અજીત ડોભાલે કહ્યું કે એનઆઈએએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ જેટલું પ્રભાવી કામ કર્યું છે એટલું અન્ય કોઈ એજન્સીએ કર્યું નથી.
અજીત ડોભાલે આ અવસરે પાકિસ્તાન ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જો કોઈ અપરાધીને અન્ય દેશનો સપોર્ટ મળી જાય તો તે ખુબ મોટો પડકાર બની જાય છે. કેટલાક દેશોને આ કામમાં મહારથ હાસલ છે. પાકિસ્તાને આતંકવાદને પોતાની સ્ટેટ પોલીસી બનાવી લીધી છે.
જુઓ LIVE TV
એનએસએ ડોભાલે કહ્યું કે FATFની કાર્યવાહીઓએ પાકિસ્તાન પર ભારે દબાણ સર્જ્યું છે. તેણે એટલું દબાણ સર્જ્યુ છે, કે આવું અન્ય કોઈ કરે શકે તેમ નહતું.
National Investigation Agency(NIA) DG Yogesh Chander Modi: We noticed that Jamaat-ul-Mujahideen Bangladesh (JMB) increased their activities in Bihar, Maharashtra, Kerala and Karnataka. Names of 125 suspects have been shared with related agencies pic.twitter.com/Mw54RyHYWW
— ANI (@ANI) October 14, 2019
આ જ બેઠકમાં NIAના ડીજી યોગેશ ચંદ્ર મોદીએ કહ્યું કે જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB)એ ભારતમાં પોતાની ગતિવિધિઓ વધારી છે. તેમણે કહ્યું કે જેએમબીએ મહારાષ્ટ્ર, બિહાર, કેરળ અને કર્ણાટકમાં પોતાની ગતિવિધિઓને વધારી છે. ડીજી યોગેશ ચંદ્ર મોદીએ કહ્યું કે અમે 125 શંકાસ્પદ નામોને સંબંધિત એજન્સીઓને આપ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે