બાપુ, પટેલના સપનાને સાકાર કરવા માટે હિન્દીનો ઉપયોગ કરો: ગૃહ મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ આજે હિન્દી દિવસના અવસરે દેશને શુભેચ્છાઓ પાઠવી. અમિત શાહે નાગરિકોને મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel)ના સપનાને સાકાર કરવા માટે પોતાના રોજબરોજના કામોમાં હિન્દ (Hindi) ભાષાનો પ્રયોગ વધારવાનો આગ્રહ કર્યો. 
બાપુ, પટેલના સપનાને સાકાર કરવા માટે હિન્દીનો ઉપયોગ કરો: ગૃહ મંત્રી અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ આજે હિન્દી દિવસના અવસરે દેશને શુભેચ્છાઓ પાઠવી. અમિત શાહે નાગરિકોને મહાત્મા ગાંધી (Mahatma Gandhi) અને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel)ના સપનાને સાકાર કરવા માટે પોતાના રોજબરોજના કામોમાં હિન્દ (Hindi) ભાષાનો પ્રયોગ વધારવાનો આગ્રહ કર્યો. 

શાહે દિન્દીમાં ટ્વીટ કરીને કહ્યું કે ભારત વિભિન્ન ભાષાઓનો દેશ છે અને દરેક ભાષાનું આગવુ મહત્વ છે. પરંતુ સમગ્ર દેશમાં એક ભાષા હોવી ખુબ જરૂરી છે જે વિશ્વમાં ભારતની ઓળખ બની શકે. આજે દેશને એક્તાના તાંતણે બાંધવાનું કામ જો કોઈ એક ભાષા કરી શકે તો તે સૌથી વધુ બોલાતી હિન્દી ભાષા જ છે. 

Amit Shah says use Hindi to make Bapu, Patel's dreams a reality

તેમણે વધુમાં કહ્યું કે આજે હિન્દી દિવસના અવસરે હું દેશના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપણે આપણી માતૃભાષાઓનો ઉપયોગ વધારીએ અને આ સાથે હિન્દી  ભાષાનો પણ પ્રયોગ કરીને પૂજ્ય બાપૂ અને લોહ પુરુષ સરદાર પટેલના દેશની એક ભાષાના સપનાને સાકાર કરવામાં યોગદાન આપીએ. હિન્દી દિવસની હાર્દિક શુભકામનાઓ. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હિન્દી દિવસના અવસરે લોકોને શુભકામના પાઠવી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે હિન્દી દિવસની ખુબ ખુબ શુભકામનાઓ. ભાષાની સરળતા, સહજતા અને શાલીનતા અભિવ્યક્તિને સાર્થકતા પ્રદાન કરે છે. હિન્દીએ આ પહેલુઓને સુંદરતાથી સમાહિત કર્યું છે. 

જુઓ LIVE TV

દર વર્ષે 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવાય છે જ્યારે દેશની બંધારણિય સભાએ હિન્દી ભાષાને ભારતની અધિકૃત ભાષા તરીકે અપાનાવી જે આ દિવસના મહત્વ દર્શાવે છે. હિન્દી દેશની 22 અનુસૂચિત ભાષાઓમાંની એક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news