ઓડિશામાં સૌથી મોટું ટ્રાફિક ચલણ બન્યું, દંડની રકમ સાંભળીને જો જો બેભાન ન થઈ જતા
નવા મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act) લાગુ થયા બાદ ટ્રાફિકના નિયમો ભંગ કરનારા વાહનોના તો ભારે ભરખમ ચલણના કારણે વાટ લાગી ગઈ છે.
Trending Photos
સંબલપુર(અજયનાથ): નવા મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act) લાગુ થયા બાદ ટ્રાફિકના નિયમો ભંગ કરનારા વાહનોના તો ભારે ભરખમ ચલણના કારણે વાટ લાગી ગઈ છે. નવાઈની વાત એ છે કે આ કોઈ નવા મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે નથી કપાયું પરંતુ જૂના મોટર વ્હીકલ એક્ટ મુજબ કપાયું છે. આ ચલણ ઓડિશા (Odisha)માં કપાયું છે. જેણે દેશના સૌથી મોટા ચલણનો રેકોર્ડ બનાવ્યો છે. આ ચલણ કોઈ એક કે બે લાખનું નહીં પરંતુ પૂરા સાડા છ લાખ રૂપિયાનં બન્યું છે. આ ચલણ પણ એક ટ્રકનું જ કપાયું છે જે અનેક ટ્રાફિક નિયમોનો ભંગ કરતો પકડાયો. જો કે આ ચલણ ગત 10 ઓગસ્ટના રોજ કપાયું હતું.
જુઓ LIVE TV
સૂત્રોના જણાવ્યાં મુજબ આરટીઓએ તેના પર રોડ ટેક્સ વગર વાહન ચલાવવાના, વાહન વીમો ન હોવાના, વાયુ અને ધ્વનિ પ્રદૂષણનો ભંગ કરવાના અને માલવાહન પર મુસાફરોને લઈ જવાના નિયમોના ભંગ બદલ ચલણ કાપ્યું હતું. આ ઉપરાંત વાહને પરમિટ શરતોનો પણ ભંગ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે