ગૃહ મંત્રાલય સંભાળ્યા બાદ મિશન મોડમાં અમિત શાહ, રજાના દિવસે પહોંચ્યા ઓફિસ

ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહ મિશન મોડમાં કામ કરી રહ્યાં છે. 5 જૂન ઈદની રજા હોવા છતાં તેઓ મંત્રાલય પહોંચ્યા અને એક પછી એક બેઠક કરી રહ્યાં છે. આજે તેમની પહેલી બેઠક ગૃહ સચિવ રાજીવ ગૌબા અને જોઇન્ટ સેક્રેટરી સાથે યોજાઇ હતી.

ગૃહ મંત્રાલય સંભાળ્યા બાદ મિશન મોડમાં અમિત શાહ, રજાના દિવસે પહોંચ્યા ઓફિસ

નવી દિલ્હી: ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યા બાદ ગૃહ મંત્રી અમિત શાહ મિશન મોડમાં કામ કરી રહ્યાં છે. 5 જૂન ઈદની રજા હોવા છતાં તેઓ મંત્રાલય પહોંચ્યા અને એક પછી એક બેઠક કરી રહ્યાં છે. આજે તેમની પહેલી બેઠક ગૃહ સચિવ રાજીવ ગૌબા અને જોઇન્ટ સેક્રેટરી સાથે યોજાઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મીટિંગમાં નક્સલ સમસ્યાને લઇને ચર્ચાઓ કરવામાં આવી છે

આ પહેલા ગઇકાલે એટલે કે, મંગળવારે ગૃહ મંત્રીએ કાશ્મીર અને અમરનાથ યાત્રાને લઇને મીટિંગ કરી હતી. ગત અઠવાડીએ શનિવારના ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યા બાદથી ગૃહ મંત્રી અમિત શાહ અત્યાર સુધીમાં ઘણી મીટિંગ કરી ચુક્યા છે. અમિત શાહના ગૃહ મંત્રી તરીકે ગૃહ મંત્રાલયમાં આજે તેમનો પાંચમો દિવસ છે. ગૃહ મંત્રી છેલ્લા 4 દિવસમાં કાશ્મીરને લઇને ત્રણ વખત બેઠક કરી ચુક્યા છે.

અમિત શાહએ પહેલા દિવસે પદ સંભાળતા જ એટલે કે 1 જૂનના ગૃહ મંત્રાલયથી જોડાયેલા બધા 22 વિભાગોના પ્રેઝન્ટેશન લીધું. ત્યાર બાદ ત્રણ જૂને આંતરિક સુરક્ષા પર મોટી બેઠક કરી. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાથે-સાથે ચીફ અને રો-ચીફ હાજર હતા. બેઠકમાં કાશ્મીરની સાથે સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી છે. તે દિવસ સાંજે તેઓ જમ્મૂ-કાશ્મીરના ગવર્નર સત્યપાલ મલિકને મળ્યા.

ત્યારબાદ 4 જૂને કાશ્મીરને લઇને અમિત શાહએ વધુ એક બેઠક કરી. બેઠકમાં ગૃહ સચિવ, એડિશનલ સેક્રેટરી કાશ્મીર ડિવીઝનના અધિકારી હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ગૃહ મંત્રીએ રાજ્યમાં વિકાસથી જોડાયેલી પરિયાજનાની જાણકારીની સાથે-સાથે અમરનાથ યાત્રાની સુરક્ષા પર સમીક્ષા કરી હતી.

અમિત શાહએ જમ્મૂ-કાશ્મીરની સ્થિતિનું કર્યું નિરિક્ષણ
આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહને મંગળવારે જમ્મૂ કાશ્મીરની સ્થિતિનો વિગતવાર અહેવાલ આપ્યો હતો. ભાજપ રાજ્ય વિધાનસભામાં જમ્મૂ ક્ષેત્રથી વધારે બેઠકો માટે પરિસીમન અભિયાન શરૂ કરવા માટે પ્રયત્ન કરી રહ્યુ છે. અધિકારીઓએ કહ્યું કે ગૃહ મંત્રીના આ સંવેદનશીલ રાજ્યની જમીની સ્થિતિથી અવગત કરાવવામાં આવ્યા. જમ્મૂ-કાશ્મીર ગત ત્રણ દશકથી આતંકવાદની ઝપડમાં છે અને ત્યાં શાંતિ કાયમ કરવા માટે મોટી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news