જમ્મૂ-કાશ્મીર: ઈદના દિવસે ઘરમાં ઘૂસી આતંકીઓએ કર્યું ફાયરિંગ, છોકરીનું મોત

જમ્મૂ-કાશ્મીરના પૂલવામામાં આતંકવાદીઓએ ઈદનો તહેવાર ઉજવી રહેલા એક પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે. બુધવાર, સવારે આતંકવાદીઓએ પુલવામાના નરબલ ગામના એક ઘરમા ઘૂસી ગયા અને ઘરમાં હજાર લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું.

જમ્મૂ-કાશ્મીર: ઈદના દિવસે ઘરમાં ઘૂસી આતંકીઓએ કર્યું ફાયરિંગ, છોકરીનું મોત

નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરના પૂલવામામાં આતંકવાદીઓએ ઈદનો તહેવાર ઉજવી રહેલા એક પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે. બુધવાર, સવારે આતંકવાદીઓએ પુલવામાના નરબલ ગામના એક ઘરમા ઘૂસી ગયા અને ઘરમાં હજાર લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જેમાં ઘટના સ્થળ પર એક છોકરીનું મોત થયું છે. આતંકવાદીઓના ગોળીબારમાં ગામનો અન્ય એક નાગરીક પણ ગોળીનો શિકાર થયો છે. તેને સારવાર માટે પુલવામાના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલાત નાજુક જણાવવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના બુધવાર સવારે બની છે. નરબલ ગામ સ્થિત એક ઘરમાં ઈદના તહેવારની તૈયારી ચાલી રહી હતી. તે વચ્ચે આતંકવાદીઓ જબરજસ્તી આ ઘરમાં ઘૂસી ગયા હતા. કોઇ કંઇ સમજી શકે તે પહેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. આતંકવાદીઓની બંદુકમાંથી છુટેલી ગોળીએ નગીના બાનો નામની એક છોકરીને પોતાનો શિકાર બનાવ્યો છે. ત્યારે, ગામમાં દહેશત ફેલાવવા માટે આતંકવાદી ફાયરિંગ કરાત સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. આ ગાળીબારમાં ગામના અન્ય એક વ્યક્તિને શિકાર બનાવ્યો છે. આ શખ્સની ઓળખ મોહમ્મદ જલાઉદ્દીન તરીકે કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના ફરાર થયા બાદ ગામના લોકોએ નગીના બાનો અને મોહમ્મદ જલાઉદ્દીનને નજીકના હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં નગીના બાનોને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા મોહમ્મદ જલાઉદ્દીન હજુ પણ જીવન અને મોત વચ્ચેની જંગ લડી રહ્યો છે. આતંકવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવેલી આ ઘટનાની જાણકારી મળ્યા બાદ મોટી સંખ્યામાં સુરક્ષા દળ પુલવામાના નરબલ ગામ પહોંચી ગયા હતા. આતંકવાદીની તપાસમાં સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો હજું આ વાત સ્પષ્ટ થઇ નથી કે આતંકવાદીઓએ કયા કારણોસર છોકરીની ગોળી મારી હત્યા કરી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news