એક સમયે અંબાણી-અદાણી કરતા પણ વધુ પૈસો, પદ્મ ભૂષણથી સન્માનિત...એવો ખરાબ સમય આવ્યો કે ભાડે રહેવા માટે મજબૂર
સમય એવો બળવાન છે કે એક સમયે પૈસામાં આળોટતો વ્યક્તિ ક્યારે ઝૂંપડા ભેગો થાય તે કહેવાતું નથી. આવું જ કઈક આ ખ્યાતનામ ઉદ્યોગપતિ સાથે પણ થતું જોવા મળ્યું.
Trending Photos
સમય બળવાન છે. સમય આગળ કોઈનું કશું ચાલતું નથી. એટલે જ તો એક સમયે દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં જેમની ગણતરી થતી હતી તેમના ભાગ્યમાં એવો જબરદસ્ત પલટો આવ્યો કે હવે તેઓ ભાડાના ઘરમાં રહેવા માટે મજબૂર થઈ ગયા છે. તેમની લાઈફ ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી રહી અને તેમણે પોતાની લાઈફમાં ખુબ શોહરત અને પૈસો ભેગો કર્યો. પરંતુ કૌટુંબિક કલેશઅને પર્સનલ લોસના કારણે આજે તેઓ ભાડે રહે છે.
રેમન્ડને સંભાળી
અમે જેમની વાત કરીએ છીએ તે છે વિજયપત સિંઘાનિયા. રેમન્ડ ગ્રુપના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયાને તો તમે જાણતા હશો. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે તેમના પપ્પા વિજયપત સિંઘાનિયાએ કંપનીને આગળ વધારવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જે સમયે વિજયપત સિંઘાનિયા પોતાની કરિયરની ટોપ પર હતા ત્યારે તેઓ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, રતન ટાટા, અને અનિલ અંબાણી જેવા ઉદ્યોગપતિઓથી વધુ પૈસાવાળા હતા. તેમણે તેમના કાકા જી કે સિંઘાનિયાના મોત બાદ રેમન્ડનો બિઝનેસ સંભાળ્યો અને તેને ટેક્સ્ટાઈલ અને ફેશન ઈન્ડસ્ટ્રીમાં ગ્લોબલ બ્રાન્ડ બનાવી દીધી.
બે પુત્રો વચ્ચે બિઝનેસ વહેંચવાનો નિર્ણય
કરિયરની શરૂાતમાં વિજયપતે પિતરાઈ ભાઈઓ સામે પડકારનો સામનો કરવો પડ્યો હતો. તેમના કાકાના નિધન બાદ રેમન્ડ પર કંટ્રોલ મેળવવાની કોશિશ કરી. વિજયપત સિંઘાનિયા રેમન્ડના પહેલા ચેરમેન હતા. તેમની લિડરશીપમાં કંપની ખુબ આગળ વધી અને આ સેક્ટરની સૌથી મોટી કંપની બની ગઈ. વિજયપત સિંઘાનિયા ઘણા સફળ વેપારી હતા અને તેમની પાસે ખુબ પૈસા હતા. પરંતુ પરિવારમાં થનારા કલેશના કારણે તેમના જીવનમાં ઉથલપાથલ મચી ગઈ. તેમણે તેમના બંને પુત્રો વચ્ચે બિઝનેસના ભાગલા પાડવાનો નિર્ણય લીધો. અહીંથી તેમની લાઈફમાં મોટો ફેરફાર આવ્યો.
ગોતમે પિતા વિજયપતને ઘરમાંથી કાઢી મૂક્યા
વિજયપતના મોટા પુત્ર મધુપતિ સિંઘાનિયા સિંગાપુર જતા રહ્યા અને તેમણે બિઝનેસથી અંતર જાળવ્યું. ત્યારબાદ ગૌતમ સિંઘાનિયાએ રેમન્ડ કંપનીની જવાબદારી સંભાળી. ધીરે ધીરે વિજયપત અને ગૌતમ વચ્ચે સંબંધ વણસવા લાગ્યા. વર્ષ 2015માં રેમન્ડની કમાન ગૌતમ સિંઘાનિયાના હાથમાં સોંપી દીધી અને પોતાના તમામ શેર પુત્રના નામે ટ્રાન્ફર કરી દીધા. તે સમયે તેની કિંમત 1000 કરોડ રૂપિયા હતી. જો કે આ નિર્ણય બાદ પિતા પુત્ર વચ્ચે મોટો વિવાદ થઈ ગયો. ત્યારબાદ ગૌતમે પિતા વિજયપતને ઘરમાંથી કાઢી મૂક્યા. પછી વિજયપત સિંઘાનિયાએ આર્થિક અને વ્યક્તિગત પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. એક ઈન્ટરવ્યુમાં વિજયપતે જણાવ્યું હતું કે તેમને જીવન નિર્વાહ માટે ખુબ મુશ્કેલી પડી રહી છે. પહેલા તેઓ ખુબ અમીર હતા અને ખુબ આરામથી રહેતા હતા પરંતુ હવે એવું નથી. વિજયપત સિંઘાનિયાએ મુંબઈના પોશ વિસ્તારમાં આલીશાન ઘર જે કે હાઉસ બનાવડાવ્યું પરંતુ તેમના પુત્રએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા અને ભાડાના ઘરમાં રહેવા માટે મજબૂર કરી દીધા. વિજયપત સિંઘાનિયાએ પોતે સ્વીકાર્યું કે પુત્રને બધી સંપત્તિ, બધો બિઝનેસ સોંપીને તેમણે મોટી ભૂલ કરી હતી. એક સમયે 12000 કરોડની કંપનીના માલિક આજે ભાડે રહેવા માટે મજબૂર છે. પુત્રએ કાર અને ડ્રાઈવર સુદ્ધા છીનવી લીધા.
વિજયપત સિંઘાનિયાએ ફક્ત બિઝનેસમાં જ સફળતા મેળવી એટલું નહીં તેમને પ્લેન ઉડાવવાનો પણ ખુબ શોખ હતો. જેઆરડી ટાટાથી પ્રેરાઈને તેમણે પ્લેન ઉડાવવાનું શીખ્યું હતું. તેમને આ સેક્ટરમાં ખુબ રસ પણ હતો. તેમણે 2012 સુધી આઈઆઈએમ અમદાવાદની ગવર્નિંગ કાઉન્સિલના ચેરમન નારાયણ મૂર્તિના વારસદાર તરીકે ગણવામાં આવતા હતા. સિંઘાનિયાને તેમના કામ બદલ અનેક સન્માન મળ્યા છે. તેમને દેશના ત્રીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે