બેટ્સમેનના શરૂ થશે ખરાબ દિવસો, બોલર માટે હવે નવા નિયમો લાવવાની તૈયારીમાં ICC!
ICC Rules: દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન શોન પોલોકે જણાવ્યું કે, ICC ક્રિકેટ સમિતિ બોલરોને વાઈડ બોલ પર થોડી વધુ છૂટ આપવાની દિશામાં કામ કરી રહી છે. કારણ કે વર્તમાન નિયમો તેમના માટે ખૂબ જ કડક છે, ખાસ કરીને જ્યારે બેટ્સમેન છેલ્લી ઘડીની હિલચાલ કરે છે.
Trending Photos
ICC Rules: દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન શોન પોલોકે જણાવ્યું કે, ICC ક્રિકેટ સમિતિ બોલરોને વાઈડ બોલ પર થોડી વધુ છૂટ આપવાની દિશામાં કામ કરી રહી છે. કારણ કે વર્તમાન નિયમો તેમના માટે ખૂબ જ કડક છે, ખાસ કરીને જ્યારે બેટ્સમેન છેલ્લી ઘડીની હિલચાલ કરે છે. વન ડે અને T20માં બેટ્સમેન બોલરની લાઈન અને લેન્થને બગાડવા માટે ક્રીઝ પર છેલ્લી ઘડીએ મૂવમેન્ટ કરે છે જેના કારણે ઘણીવખત બોલ વાઈડ થઈ જાય છે.
બેટ્સમેન માટે શરૂ થશે ખરાબ દિવસો!
શોન પોલોકે કહ્યું કે, 'હું ICC ક્રિકેટ સમિતિનો ભાગ છું અને અમે વાઈડ બોલ પર બોલરોને કેટલીક વધુ છૂટ આપવાનું વિચારી કરી રહ્યા છીએ.' મને લાગે છે કે આ અંગેના નિયમો બોલરો પ્રત્યે ખૂબ જ કડક છે. જો કોઈ બેટ્સમેન છેલ્લી ઘડીએ મૂવમેનેટ કરે છે, તો તે બોલરો માટે ખરેખર આદર્શ સ્થિતિ નથી. મને લાગે છે કે બોલર માટે રન-અપની શરૂઆતમાં જ એ જાણવું મહત્વપૂર્ણ છે કે તે ક્યાં બોલિંગ કરી શકે છે.
બોલરો માટે હવે આ નવો નિયમ લાવવાની તૈયારીમાં ICC
પોલોકે કહ્યું કે, 'હાલના નિયમો અનુસાર જો બોલર બોલ છોડે તે પહેલાં બેટ્સમેન તરત જ પોતાની સ્થિતિ બદલી નાખે છે, તો બોલને વાઈડ જાહેર કરવામાં આવે છે.' હું આ નિયમમાં થોડો ફેરફાર ઇચ્છું છું. 51 વર્ષીય ઓલરાઉન્ડરે કહ્યું કે, બોલરોને રન-અપ દરમિયાન ખબર હોવી જોઈએ કે તેમણે ક્યાં બોલિંગ કરવાની છે.
બોલરોને મળશે ફાયદો
પોલોકે કહ્યું કે, 'હું ઇચ્છું છું કે એક બોલરને રન-અપના સમયે ખબર હોવી જોઈએ કે તેણે ક્યારે, કમે અને કેવા પ્રકારનો બોલ ફેંકવાનો છે. એક બોલર પાસેથી તે અપક્ષા કેવી રીતે રાખી શકાય કે તે બોલિંગ કરતા સમયે છેલ્લી સેકન્ડે પોતાની રણનીતિ બદલી દેશે? તેને પહેલાથી જ સ્પષ્ટ ખબર હોવી જોઈએ કે તેણે ક્યાં બોલિંગ કરવાની છે. આ મુખ્ય પાસું છે જેની અમે ચર્ચા કરી રહ્યા છીએ'.
અનુભવનો લાભ લેવો જોઈએ
પોલોકે કહ્યું કે, દક્ષિણ આફ્રિકાએ આગામી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ઉપમહાદ્વીપની પરિસ્થિતિઓમાં તેના ખેલાડીઓના અનુભવનો લાભ લેવો જોઈએ. પોલોકે કહ્યું કે, ‘અમારી ટીમમાં મોટાભાગે એ જ ખેલાડીઓ છે જેઓ (ODI) વર્લ્ડ કપ (2023)માં રમ્યા હતા, જ્યાં અમે સેમિફાઇનલમાં પહોંચ્યા હતા અને ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા.’
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા
પોલોકે કહ્યું કે, 'અમારી ટીમમાં ઘણા ખેલાડીઓ છે જે IPLમાં રમી રહ્યા છે અને ઉપમહાદ્વીપની પરિસ્થિતિઓથી સારી રીતે વાકેફ છે. આ દક્ષિણ આફ્રિકાને મદદ કરી શકે છે. અમારી ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે અને આશા છે કે કેટલાક યુવા ખેલાડીઓ ઉભરી આવશે. આનાથી આપણું ટેસ્ટ ક્રિકેટને મજબૂતી મળશે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે