મહારાષ્ટ્રમાં પરિવારવાળી સરકાર, અજિત બન્યા ડે.CM, આદિત્યને મળ્યું કેબિનેટ મંત્રીનું પદ

મહારાષ્ટ્રમાં આજે મંત્રીમંડળનો વિસ્તાર થવા જઈ રહ્યો છે. સૌથી પહેલા એનસીપીના અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. અજિત પવારે આ અગાઉ ભાજપની સાથે સરકાર બનાવીને ડેપ્યુટી સીએમના શપથ લીધા હતાં.

મહારાષ્ટ્રમાં પરિવારવાળી સરકાર, અજિત બન્યા ડે.CM, આદિત્યને મળ્યું કેબિનેટ મંત્રીનું પદ

મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે મંત્રીમંડળનો વિસ્તાર થવા જઈ રહ્યો છે. સૌથી પહેલા એનસીપીના અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. અજિત પવારે આ અગાઉ ભાજપની સાથે સરકાર બનાવીને ડેપ્યુટી સીએમના શપથ લીધા હતાં. જો કે હવે એનસીપીના કોટામાંથી ઉદ્ધવ ઠાકરે સરકારમાં તેઓ ડેપ્યુટી સીએમ બન્યાં છે. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ મંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ વિધાનમંડળ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં સૌથી પહેલા એનસીપીના નેતા અજિત પવારને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. અજિત પવાર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ અશોક ચૌહાણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. 

દીલિપ વલસે પાટિલ (એનસીપી) 
ત્યારબાદ  એનસીપીના નેતા દીલિપ વલસે પાટિલે કેબિનેટ મંત્રી તરીકે શપથ  લીધા. વલસે  પાટિલ પશ્ચિમ મહારાષ્ટ્રમાંથી ચૂંટાઈને આવે છે. તેઓ સાતમીવાર એમએલએ બન્યાં છે. પહેલા પણ મહારાષ્ટ્ર સરકારમાં અલગ અલગ પોર્ટફોલિયો સંભાળી ચૂક્યા છે. એવું કહેવાય છે કે ગૃહ મંત્રાલયનો પોર્ટફોલિયો દિલીપ વલસે પાટિલ પાસે જશે. પાટિલ શરદ પવારના વિશ્વાસુ ગણાય છે. 

महाराष्ट्र में परिवार वाली सरकार, अजित बने डिप्टी CM, आदित्य को मिला कैबिनेट मंत्री का पद

ધનંજય મુંડે (એનસીપી)
ભાજપમાંથી રાજકારણના ડગ માંડનારા ધનંજય મુંડે આ વખતે પિતરાઈ બહેન પંકજા મુંડેને હરાવીને વિધાનસભામાં પહોંચ્યા છે. તેઓ મહારાષ્ટ્રના મરાઠાવાડા રિઝનના બીડ વિસ્તારથી આવે છે. ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા છે. 

વિજય વાદત્તીવાર
કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા આગામી નેતા વિજય વાદેત્તીવાર છે. વિજય વાદેત્તીવાર ચિમૂલથી કોંગ્રેસના ધારાસભ્ય છે. જે નક્સલ પ્રભાવિત ગઢચિરોળીમાં છે. 1998માં પહેલીવાર વિધાયક બન્યા હતાં. 2004 બાદ સતત જીતતા આવ્યાં છે. ઓબીસી સમાજથી આવે છે. 

અનિલ દેશમુખ
નાગપુરની કટૌલ વિધાનસભાથી વિધાયક છે. વિદર્ભ વિસ્તારમાં એનસીપીના નેતા છે. શરદ પવારના નીકટના ગણાય છે. વિદર્ભમાં એનસીપીના મૂળિયા મજબુત કરવામાં તેમની મહત્વની ભૂમિકા છે. પહેલા પણ અનેક સરકારોમાં મંત્રી રહી ચૂક્યા છે. 

— ANI (@ANI) December 30, 2019

હસન મુશરિફ
હસન મુશરિફે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા કોલ્હાપુરમાં કાગલ સીટથી એનસીપીના ધારાસભ્ય છે. તેમણએ શિવસેનાના ઉમેદવારને જ હરાવ્યાં હતાં અને પાંચવારથી ધારાસભ્ય છે. 

વર્ષા ગાયકવાડ
મુંબઈના ધારાવી વિધાનસભાથી સતત ચોથીવાર ધારાસભ્ય બન્યા છે. કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરે છે. પહેલા પણ મહત્વના મંત્રાલયો સંભાળી ચૂક્યા છે. 

રાજેન્દ્ર શિંગણે
એનસીપીના નેતા રાજેન્દ્ર શિંગણેએ  કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા છે. અનુશક્તિ નગરથી એનસીપીના ધારાસભ્ય છે. મુંબઈમાં એનસીપીમાંથી ચૂંટાઈ આવનારા એકમાત્ર ધારાસભ્ય છે. 

— ANI (@ANI) December 30, 2019

રાજેશ ટોપે
એનસીપીના ધારાસભ્ય છે. પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે. તેમના પિતા મહારાષ્ટ્રના મોટા નેતા રહી ચૂક્યા છે. પાંચમીવાર વિધાયક બન્યા છે. મરાઠાવાડા વિસ્તારના જાલના જિલ્લાથી આવે છે. અજિત પવારના નિકટના ગણાય છે. 

સુનીલ છત્રપાલ કેદાર
વિદર્ભ વિસ્તારથી  કોંગ્રેસના ધારાસભ્ય છે. નાગરપુર બેંક કૌભાંડના નામ ચગ્યું હતું. થોડા દિવસ જેલમાં પણ ગયા હતાં. 

સંજય દુલીચંદ રાઠોડ
યવતમાલ વિસ્તારના દિગરસ વિધાનસભાથી ધારાસભ્ય છે. શિવસેનાના ધારાસભ્ય છે. હંમેશા ખેડૂતોનો અવાજ ઉઠાવે છે. 2009થી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. 

— ANI (@ANI) December 30, 2019

ગુલાબરાવ પાટિલ
શિવસેનાના નેતા છે અને જલગાંવ જિલ્લાથી આવે છે. ફ્રોડ મામલે 2016માં ધરપકડ થઈ હતી. 

અમિત વિલાસરાવ દેશમુખ
પૂર્વ સીએમ વિલાસરાવ દેશમુખના પુત્ર છે. લાતુર જિલ્લાથી આવે છે. કોંગ્રેસ પાર્ટીના છે અને પહેલીવાર કેબિનેટ મંત્રી બનવા જઈ રહ્યાં છે. મરાઠા કોટાથી મંત્રી બનવા જઈ રહ્યાં છે. 

જુઓ LIVE TV

દાદાજી ભૂસે
શિવસેનાના નેતા માલેગાવ વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. ચોથીવાર વિધાયક બન્યા છે. ગત સરકાર (ભાજપ-શિવસેના)માં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. આ વખતે કેબિનેટ મંત્રી બન્યાં છે. 

જિતેન્દ્ર અવ્હાણ
સતત ત્રીજીવાર વિધાયક બન્યા છે. થાણા જિલ્લામાં મુંબઈ કલવા વિધાનસભાથી એનસીપીના ધારાસભ્ય છે. એનસીપી-કોંગ્રેસની ગત સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. 

સંદીપાન ભૂમરે
ઔરંગાબાદ જિલ્લાની પેથન વિધાનસભા બેઠકથી શિવસેનાના ધારાસભ્ય છે. 5 વાર વિધાયક રહી ચૂક્યા છે. મરાઠાવાડામાં શિવસેનાના મોટા નેતા ગણાય છે. 

આદિત્ય ઠાકરે
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર છે. ઠાકરે પરિવારમાંથી પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. મુંબઈની વરલી બેઠકથી શિવસેનાના ધારાસભ્ય છે. 

આજે મંત્રીપદના શપથ લેનારા નેતાઓના નામની યાદી આ મુજબ છે....

આજે શપથ લેનારા મંત્રીઓમાં 3 અપક્ષ ધારાસભ્યો પણ છે જેમણે શિવસેનાને પહેલેથી ટેકો જાહેર કરેલો હતો. આ વખતે તેમને શિવસેનાના કોટામાંથી મંત્રી બનાવવામાં આવ્યાં છે. 

કોંગ્રેસના જે 10 ધારાસભ્યો મંત્રી બન્યા છે તેમાં 8 કેબિનેટ અને 2 રાજ્યમંત્રી સામેલ છે. જેમાં અશોક ચૌહાણ, (કેબનેટ), અમિત દેશમુખ (કેબિનેટ), અસલમ શેખ (કેબિનેટ), યશોમતિ ઠાકુર (કેબિનેટ), વર્ષા ગાયકવાડ (કેબિનેટ), સુનીલ કેદાર (કેબિનેટ), કે  સી પાડવી (કેબિનેટ), વિજય વડેટ્ટીવાર (કેબિનેટ), વિશ્વજિત કદમ (રાજ્યમંત્રી), સતેજ પાટિલ (રાજ્ય મંત્રી) સામેલ છે. 

જ્યારે એનસીપીના કોટામાંથી અજિત પવાર, દિલીપ વલસે પાટીલ, હસન મુશ્રીફ, રાજેશ ટોપે, અનિલ દેશમુખ, રાજેન્દ્ર શિંગણે, નવાબ મલિક, જિતેન્દ્ર આવ્હાડ, ધનંજય મુંડે, બાળાસાહેબ પાટીલ, દત્તા ભારણે, આદિતી તટકરે મંત્રી બન્યા છે. 

અત્રે જણાવવાનું કે શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ભાજપ સાથે મળીને લડી હતી અને ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમત મળ્યું હતું. પરંતુ મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી  સાથે મળીને સરકાર બનાવી લીધી. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યાં. 

29 નવેમ્બરે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતાં. આ સાથે જ 6 મંત્રીઓએ પણ શપથ લીધા હતાં. શિવસેનામાંથી એકનાથ શિંદે, અને સુભાષ દેસાઈ, એનસીપીથી જયંત પાટિલ, છગન ભૂજબળ અને કોંગ્રેસમાંથી બાળાસાહેબ થોરાટ તથા ડો.નિતિન રાઉતે મંત્રીપદના શપથ લીધા હતાં. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news