કેટરીના કૈફની બહેન ઇસાબેલ થી માનુષી છિલ્લર સુધી, વર્ષ 2020માં બોલીવુડમાં તેમની થશે એન્ટ્રી

દર વર્ષની માફક આ વર્ષે પણ બોલીવુડમાં કેટલીક પ્રતિભાઓ પોતાના સફરની શરૂઆત કરશે. આ વર્ષે અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેએ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'થી ફિલ્મી દુનિયામાં પોતાના કેરિયરની શરૂઆત અક્રી, જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ કરી શકી નહી, પરંતુ પોતાની આગામી ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'માં અનન્યાએ પોતાનું સારું પરફોમન્સ આપ્યું. ફિલ્મમાં તેની અને કાર્તિક આર્યન વચ્ચેની કેમિસ્ટ્રીના લોકોએ ખૂબ વખાણ કર્યા છે. 

કેટરીના કૈફની બહેન ઇસાબેલ થી માનુષી છિલ્લર સુધી, વર્ષ 2020માં બોલીવુડમાં તેમની થશે એન્ટ્રી

નવી દિલ્હી: દર વર્ષની માફક આ વર્ષે પણ બોલીવુડમાં કેટલીક પ્રતિભાઓ પોતાના સફરની શરૂઆત કરશે. આ વર્ષે અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેએ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'થી ફિલ્મી દુનિયામાં પોતાના કેરિયરની શરૂઆત અક્રી, જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ કરી શકી નહી, પરંતુ પોતાની આગામી ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'માં અનન્યાએ પોતાનું સારું પરફોમન્સ આપ્યું. ફિલ્મમાં તેની અને કાર્તિક આર્યન વચ્ચેની કેમિસ્ટ્રીના લોકોએ ખૂબ વખાણ કર્યા છે. 

અનન્યા ઉપરાંત 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'થી તારા સુતારિયાએ પણ બોલીવુડમાં ડેબ્યૂ કર્યું. અમરીશ પુરીના પૌત્ર વર્ધન પુરીએ પણ 'યે સાલી જિંદગી'થી પોતાનું ડેબ્યૂ કર્યું. ફિલ્મમાં તેમની કો-સ્ટાર શિવાલિકા ઓબેરોયની પણ આ પહેલી ફિલ્મ રહી. જાણિતી અભિનેત્રી નૂતનની પૌત્રી અને અભિનેતા મોહનીશ બહલની પુત્રી પ્રનૂતન બહલે પણ આ વર્ષે 'નોટબુક' થી પોતાના કેરિયરની શરૂઆત કરી. અભિનેત્રી ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દસાનીએ 'મર્દ કો દર્દ નહી હોતા', સની દેઓલના પુત્ર કરણ દેઓલ અને તેમની સહ-કલાકાર શહેર બંબાએ 'પલ પલ દિલ કે પાસ' અને જહીર ઇકબાલે 'નોટબુક' સાથે ફિલ્મ ઇંડસ્ટ્રીમાં આ વર્ષે પગલાં માંડ્યા હતા. 

આવો જોઇએ આગામી વર્ષે આ શ્રેણીમાં કયા-કયા નવા નામ જોડાવવાના છે: 

માનુષી છિલ્લર: વર્ષ 2017માં મિસ યૂનિવર્સના ખિતાબથી નવાજવામાં આવેલી માનુષી છિલ્લર આગામી વર્ષે બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે ચંદ્વપ્રકાશ દ્વિવેદીની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર ફિલ્મ 'પૃથ્વીરાજ'થી બોલીવુડમાં પોતાના સફરની શરૂઆત કરવા જઇ રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર શીર્ષક ભૂમિકામાં છે અને માનુષી તેમાં સંયોગિતાનું પાત્ર ભજવશે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ આગામી વર્ષે દિવાળી પર રિલીઝ થવાની આશા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Keepin' it 🆒

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

ઇસાબેલ કૈફ: કેટરીના કૈફની બહેન ઇસાબેલ કૈફ, કરણ ભૂટાનીની ફિલ્મ 'ક્વથા' વડે આગામી વર્ષમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. સૈનિક પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મમાં સલમાન ખાનના બનેવી આયુષ શર્મા પણ છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Tulum 💙

A post shared by Isabelle Kaif (@isakaif) on

આહાન શેટ્ટી: સુનીલ શેટ્ટીના પુત્ર આહાન શેટ્ટી વર્ષ 2018માં આવેલી તેલુગૂ ફિલ્મ 'આરએક્સ 100'ની હિંદી રિમેક વડે પોતાના કેરિયરની શરૂ કરનાર છે. મિલન લુથારિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આહાન સાથે તારા સુતારિયા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ahan Shetty (@ahan.shetty) on

આલિયા એફ: મળતી માહિતી અનુસાર પૂજા બેદીની પુત્રી આલિયાએફ પોતાની ડેબ્યૂ ફિલ્મની રીલીઝ પહેલાં જ નોર્ધન લાઇટ્સ ફિલ્મ્સના નિર્માતા જય સેવકરમાની સાથે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ કરી ચૂક્યા છે. પોતાની ડેબ્યૂ ફિલ્મ 'જવાની જાનેમન'માં આલિયા, સૈફ અલી ખાનની પુત્રીના પાત્રમાં છે. 

A post shared by Pooja Bedi (@poojabediofficial) on

અહાન પાંડે: ચંકી પાંડેના ભત્રીજા અને અનન્યા પાંડેના કઝીન અહાન પાંડે યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી એક્શન ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરનાર છે. 

A post shared by Ahaan Panday (@ahaanpandayy) on

શાલિની પાંડે: દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી શાલિની પાંડે યશ રાજ ફિલ્મ્સની કોમેડી ડ્રામા 'જયેશભાઇ જોરદાર'માં રણવીર સિંહ સાથે આ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકવા માટે બિલકુલ તૈયાર છે.

A post shared by SHALINI PANDEY (@shalinipandey_officiall) on

કીર્તિ સુરેશ: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી કીર્તિ બોલીવુડમાં અજય દેવગણ અભિનીત ફિલ્મ 'મૈદાન' સાથે ડેબ્યૂ કરવા જઇ રહી છે. અમિત શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત છે. 

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) on

ક્રિસ્ટલ ડિસૂજા: ટેલીવિઝન જગતની અભિનેત્રી ક્રિસ્ટલ ફિલ્મ 'ચેહેરે'થી આગામી વર્ષે ફિલ્મોમાં પોતાની ઇનિંગની શરૂઆત કરવા જઇ રહી છે જેમાં તેમની સાથે અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી છે. રૂમી જાફરી આ ફિલ્મના નિર્દેશક છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Looking at YOU

A post shared by 𝙆𝙧𝙮𝙨𝙩𝙡𝙚 𝘿’𝙨𝙤𝙪𝙯𝙖 (@krystledsouza) on

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news