Maharashtra: ડે.સીએમ બનતા જ અજિત પવારને થયો મસમોટો ફાયદો, 70 હજાર કરોડના કૌભાંડના 9 કેસ બંધ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના અધ્યક્ષ અને કાકા શરદ પવાર (Sharad Pawar) સાથે બળવો પોકારીને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બનેલા અજિત પવાર(Ajit Pawar)ને હવે તેનો ફાયદો મળવાનું શરૂ થઈ ગયું છે. ડેપ્યુટી સીએમ બનતા જ અજિત પવાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના અનેક કેસ બંધ કરી દેવાયા છે. એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ અજિત પવાર વિરુદ્ધ નોંધાયેલા 70 હજાર કરોડના સિંચાઈ કૌભાંડના 9 કેસ બંધ કરી દીધા છે. જો કે હજુ પણ સિંચાઈ કૌભાંડમાં 11 કેસ દાખલ છે. મહારાષ્ટ્રમાં લગભગ 70 હજાર કરોડના સિંચાઈ કૌભાંડમાં અજિત પવાર આરોપી હતાં. ડેપ્યુટી સીએમ બન્યાના ગણતરીના કલાકોમાં અજિત પવાર સંલગ્ન કેટલાક કેસો બંધ કરી દેવાયા છે. 

Maharashtra: ડે.સીએમ બનતા જ અજિત પવારને થયો મસમોટો ફાયદો, 70 હજાર કરોડના કૌભાંડના 9 કેસ બંધ

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના અધ્યક્ષ અને કાકા શરદ પવાર (Sharad Pawar) સાથે બળવો પોકારીને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બનેલા અજિત પવાર(Ajit Pawar)ને હવે તેનો ફાયદો મળવાનું શરૂ થઈ ગયું છે. ડેપ્યુટી સીએમ બનતા જ અજિત પવાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના અનેક કેસ બંધ કરી દેવાયા છે. એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ અજિત પવાર વિરુદ્ધ નોંધાયેલા 70 હજાર કરોડના સિંચાઈ કૌભાંડના 9 કેસ બંધ કરી દીધા છે. જો કે હજુ પણ સિંચાઈ કૌભાંડમાં 11 કેસ દાખલ છે. મહારાષ્ટ્રમાં લગભગ 70 હજાર કરોડના સિંચાઈ કૌભાંડમાં અજિત પવાર આરોપી હતાં. ડેપ્યુટી સીએમ બન્યાના ગણતરીના કલાકોમાં અજિત પવાર સંલગ્ન કેટલાક કેસો બંધ કરી દેવાયા છે. 

શનિવારે સવારે જ્યારે અચાનક જ અજિત પવારે પાર્ટી સાથે બળવો પોકારીને ભાજપ(BJP) સાથે હાથ મિલાવ્યા હતાં તો રાજકીય ભૂકંપ આવી ગયો હતો અને બધા વિચારવા માંડ્યા હતાં કે આખરે તેમણે આ નિર્ણય કેમ લીધો. હકીકતમાં શિવસેના(Shivsena), એનસીપી અને કોંગ્રેસ(Congress)ના ગઠબંધનમાં સરકાર બનાવવાની કોશિશમાં અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવાની વાતો થઈ રહી હતી. આવામાં તેમનું ભાજપ સાથે જવું બધા માટે ચોંકાવનારું હતું. હવે ભાજપ સાથે ગયાના ગણતરીના કલાકોમાં તેમના વિરુદ્ધ દાખલ કેસો બંધ થઈ રહ્યાં છે. તેનાથી તસવીર સ્પષ્ટ થઈ રહી છે કે આખરે તેમણે આટલો મોટો રાજકીય નિર્ણય શાં માટે લીધો હતો. 

એનસીપીએ કહ્યું જો આદેશ મળશે કે પુરાવા મળશે તો તપાસ કરવા તૈયાર
મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરોએ સોશિયલ મીડિયામાં રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારને સિંચાઈ કૌભાંડમાં રાહત મળી હોવાના અહેવાલો પર પોતાનું નિવેદન આપ્યું છે. એસીબીએ કહ્યું કે અજિત પવાર વિરુદ્ધ કોઈ મામલા બંધ કરાયા નથી. સિંચાઈ કૌભાંડ સંબંધિત લગભગ 3 હજાર ટેન્ડરોની હજુ પણ તપાસ ચાલુ છે. આ બાજુ આ સમગ્ર મામલે વિપક્ષે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કહેવાય છે કે 9 કેસોમાં અજિત પવાર વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યાં. 

જુઓ LIVE TV

એસીબીએ એમ પણ કહ્યું કે જો કોર્ટ તપાસના આદેશ આપશે કે પછી કોઈ નવા પુરાવા સામે આવશે તો અમે તપાસ કરવા માટે તૈયાર છીએ. એસીબીના ડીજી પરમબીર સિંહે કહ્યું કે અમે સિંચાઈ કૌભાંડ સંબંધિત 3 હજાર ટેન્ડરોને લઈને થયેલી ફરિયાદોની તપાસ કરી રહ્યાં છીએ. જે બંધ થઈ છે તે રોજબરોજની તપાસ છે. જે મામલાઓમાં પહેલેથી તપાસ ચાલુ છે તે હજુ આગળ પણ ચાલુ રહેશે. 

— ANI (@ANI) November 25, 2019

અત્રે જણાવવાનું કે તાજેતરમાં મહારાષ્ટ્ર સિંચાઈ કૌભાંડના આરોપી એનસીપી નેતા અજિત પવાર સિંચાઈ કૌભાંડને લઈને આરોપોના ઘેરામાં છે. ડેપ્યુટી સીએમ બન્યા બાદ કેટલાક મામલાઓમાં તેમને રાહત મળી છે. જેમાં 9 એવા મામલા છે જેમાં પુરાવાના અભાવે તેમને બંધ કરાયા છે. અત્યાર સુધી જે પણ ટેન્ડરોની તપાસ કરાઈ છે તેમાં એસીબીને અજિત પવાર વિરુદ્ધ કશું મળ્યું નથી. એસીબીએ કહ્યું કે હજુ પણ અન્ય ટેન્ડરોની તપાસ ચાલુ છે. આ અગાઉ ઈડીએ એસીબીને પત્ર લખીને સિંચાઈ કૌભાંડ સંબંધિત દસ્તાવેજો મંગાવ્યા હતાં. આ કૌભાંડને ઈડી પણ તપાસી રહ્યું છે. 

અજિત પવારની એસીબીએ કરી હતી પૂછપરછ
આ મામલે હાલમાં જ અજિત પવારની એસીબીએ પૂછપરછ પણ કરી હતી. નોંધનીય છે કે વર્ષ 2012માં આ કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં આરોપ લાગ્યો હતો કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના શાસનકાળ દરમિયાન 199902000માં 35 હજાર કરોડ રૂપિયાની ગેરરીતિઓ સામે આવી હતી. કહેવાતુ હતું કે ઈડી અજિત પવારની પૂછપરછ કરી શકે છે. 

ઈડી પવાર પર મની લોન્ડરિંગનો ચાર્જ લગાવવાનું પણ વિચારી રહ્યું હતું. એસીબીએ આ કેસમાં કેટલાક સરકારી અધિકારીઓની પણ ધરપકડ કરી હતી. અજિત પવાર પર એવા આરોપ હતાં કે તેઓ જ્યારે ઉપમુખ્યમંત્રી હતાં ત્યારે સિંચાઈ સંબંધિત દરેક પ્રકારના પ્રોજેક્ટ્સ અને તેના વધતા બજેટને તેમણે મંજૂરી આપી હતી. જેના પગલે તેઓ શકના ઘેરામાં આવી ગયાં હતાં. આ મામલે સુનીલ તટકરે પણ આરોપી છે. અજિત પવાર સિંચાઈ કૌભાંડ ઉપરાંત મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્ક કૌભાંડના પણ આરોપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news