ભારતીય સેનાની કાર્યવાહીમાં માર્યા ગયા 20 આતંકી, રક્ષા પ્રધાને કરી સેના પ્રમુખ સાથે વાત

રક્ષા પ્રધાન સંપૂર્ણ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યાં છે અને તેમણે સેના પ્રમુખને પળેપળની માહિતી આપવાનું કહ્યું છે. 

ભારતીય સેનાની કાર્યવાહીમાં માર્યા ગયા 20 આતંકી, રક્ષા પ્રધાને કરી સેના પ્રમુખ સાથે વાત

નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરના તંગધાર સેક્ટરથી ભારતીય સેના દ્વારા પીઓકેમાં આતંકી કેમ્પ પર થયેલા હુમલામાં 20 આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે. સૂત્રોના હવાલાથી આ જાણકારી મળી રહી છે, આ હુમલામાં પાકિસ્તાની સેનાના 10 જવાન પણ ઠાર થયા છે. કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સાથે વાત કરી છે. રક્ષા પ્રધાને સેના પ્રમુખ સાથે પાકિસ્તાન દ્વારા તંગધાર સેક્ટરમાં કરવામાં આવેલા સીઝફાયર ઉલ્લંઘન અને ત્યારબાદ ઉભી થયેલી સ્થિતિ વિશે જામકારી લીધી છે. રક્ષા પ્રધાન આ સંપૂર્ણ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યાં છે અને તેમણે સેના પ્રમુખને પળેપળની માહિતી આપવાનું કહ્યું છે. 

મહત્વનું છે કે ભારતીય સેનાના પીઓકેની નીલમ ઘાટીમાં ચાલી રહેલા લશ્કર અને જૈશના લોન્ચ પેડને તબાહ કરી દીધા છે. શનિવારે રાત્રે ભારતીય સેનાએ સંપૂર્ણ જાણકારીના આધાર પર પીઓકેના જૂરા, અથમુકમ અને કુંદલશાહીને ભારતીય સરહદથી આર્ટિલરી ગનના માધ્યમથી નિશાન બનાવ્યા હતા. એવી જાણકારી છે કે અહીં મોટી સંખ્યામાં આતંકી હાજર હતા. 

અત્રે જણાવવાનું કે ભારતીય સેનાએ ફરીથી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકી કેમ્પોને નિશાન બનાવ્યાં છે. તંગધાર સેક્ટરમાં એલઓસી નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી કેમ્પો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ભારતીય સેનાએ આતંકી ઘૂસણખોરીના જવાબમાં આ કાર્યવાહી કરી છે. આ કેમ્પોનો ઉપયોગ એક લોન્ચપેડ તરીકે કરવામાં આવતો હતો. 

હાલ ભારતીય સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તે અગાઉ સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર કરાયેલી ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક બાદ ત્રીજી સૌથી મોટી કાર્યવાહી છે. પાકિસ્તાન દ્વારા કરાયેલી નાપાક હરકતનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ હુમલામાં પીઓકેની નીલમ વેલીના 4 આતંકી લોન્ચ પેડ્સ તબાહ કરાયા છે. આ આતંકી કેમ્પોમાં રહેલા આતંકીઓને ભારત મોકલવાની તૈયારી હતી. આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે કે પાકિસ્તાન આર્મીના 4-5 સૈનિકો પણ માર્યા ગયા છે. અનેક ઈજાગ્રસ્ત થયા છે. 

pakistan

જુઓ LIVE TV

પાકિસ્તાનને થયેલા નુકસાનનું આકલન થઈ રહ્યું છે- સેના
સેનાના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાને તંગધાર સેક્ટરમાં સંઘર્ષ વિરામનો ભંગ કર્યો. ભારતીય સૈનિકોએ પ્રભાવી રીતે જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાનમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. ભારત તરફથી જવાબી કાર્યવાહી ચાલુ છે. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે તે તરફ થયેલા નુકસાનનું યોગ્ય આકલન કરવામાં આવી રહ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news