શરીરના આ બદલાવ છે ખતરાની ઘંટડી, થોડા દિવસોમાં મટતી ખાંસી હવે મહિનાઓ સુધી ચાલે છે

warning : શરદી, ખાંસી સાથે તાવ હોય તો 24 કલાક સુધી બીજાને ચેપ લાગવાની શક્યતા રહે છે. પરંતું 24 કલાક બાદ તે મટી જાય તો તેની ચેપ લાગવાની શક્યતા ઘટી જાય છે. આવા દર્દીઓએ અન્ય લોકોથી દૂર રહેવું

શરીરના આ બદલાવ છે ખતરાની ઘંટડી, થોડા દિવસોમાં મટતી ખાંસી હવે મહિનાઓ સુધી ચાલે છે

New Variant : કોરોના મહામારી બાદ હવે ખાંસીની સમસ્યાઓ વધી રહી છે. એક સમયે સામાન્ય લાગતી ખાંસીમાં હવે મોટા બદલાવ આવ્યા છે. થોડા દિવસોમાં મટતી ખાંસી હવે મહિના સુધી ચાલે છે. આવુ કેમ થઈ રહ્યું છે તેવુ લોકો વિચારે છે. હવે લોકો પંદર-વીસ દિવસ સુધી દવા ખાય છે, ત્યારે જઈને ખાંસી મટે છે. સાથે જ છાતીમાં દુખાવો પણ ઉપડે છે. આવુ થવાનું કારણ કોઈ વાયરસ નથી, પરંતું ઋતુઓમાં જે અપડાઉન થઈ રહ્યું છે તેને કારણે છે. 

આજકાલ શરદી-ખાંસીના કિસ્સા ગામેગામે જોવા મળી રહ્યાં છે. પરંતુ હવે ખાંસી બહુ લાંબી ચાલે છે. આ વિશે અમે તબીબો પાસેથી જાણ્યું, જે મુજબની રોગપ્રતિકારક શક્તિ હોય છે, તે પ્રમાણે ખાંસી ચાલે છે. ખાંસી લાંબી ચાલવાના અનેક કારણો છે. ઋતુમાં વારંવાર બદલાવ આવે તો ખાંસી પર અસર થતી હોય છે. ખાંસી થવાનું મુખ્ય કારણ શ્વાસનળીમાં સોજો આવવાનું હોય છે. 

ખાંસી આવે તો લોકોથી દૂર રહો
શરદી, ખાંસી સાથે તાવ હોય તો 24 કલાક સુધી બીજાને ચેપ લાગવાની શક્યતા રહે છે. પરંતું 24 કલાક બાદ તે મટી જાય તો તેની ચેપ લાગવાની શક્યતા ઘટી જાય છે. આવા દર્દીઓએ અન્ય લોકોથી દૂર રહેવું. આવા દર્દીઓ જલદી બીજાને ચેપ લગાવે છે. 

જો તમને કોરોના બાદ ખાંસી થતી હોય અને જલદી મટતી ન હોય તો ગભરાશો નહિ, આ કોઈ નવો વાયરસ નથી. લોકોની રોગપ્રતિકારક શક્તિ પર આધારિત લક્ષણોથી તીવ્રતામાં વધઘટ થતી રહે છે. પરંતુ તેને કારણે અન્ય રોગની ઘાતકતા વધી જાય છે. તાવ મટ્યા બાદ પણ ખાંસી 3 થી 4 અઠવાડિયા ચાલ્યા કરે છે, તેનુ કારણ ખાંસીને કારણે ગળાના શ્વસનતંત્ર પર સોજો આવે છે. જે રિકવર થવામાં લાંબો સમય લે છે. શ્વાસનળીમાં સોજો આવવાના કારણે ખાંસી લાંબો સમય સુધી ચાલતી હોવાનું તારણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news