Fast Weight Loss: 30 દિવસમાં Fat માંથી Fit થવું છે ? તો રસોડાના આ મસાલાઓનું શરુ કરો સેવન

Fast Weight Loss: આ શિયાળામાં તમારે તમારું વજન એક પણ કિલો વધવા દેવું ન હોય અને ઉલટાનું વધેલું વજન પણ ઘટાડી દેવું હોય તો આજે તમને એક જોરદાર ટિપ્સ જણાવીએ. રસોડામાં રહેલા કેટલાક મસાલા તમને વજન કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે આપણા રસોડામાં એવા કયા મસાલા છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. 

Fast Weight Loss: 30 દિવસમાં Fat માંથી Fit થવું છે ? તો રસોડાના આ મસાલાઓનું શરુ કરો સેવન

Fast Weight Loss: શિયાળો શરૂ થાય કે દરેક વ્યક્તિની લાઈફ સ્ટાઈલ પણ ઝડપથી બદલી જાય છે.. લોકોના કપડાથી લઈને ખાવા પીવાની આદતો પણ બદલી જાય છે. શિયાળામાં ઘણી વખત એવું જોવા મળે છે કે ભૂખ વધારે પ્રમાણમાં લાગે છે અને થોડી થોડી કલાકે કહીને કંઈ ખાવાનું મન થાય છે. જોકે આ રીતે વધારે ખાવાથી વજન પણ ઝડપથી વધી જાય છે. શિયાળો પૂરો થાય ત્યાં સુધીમાં ઘણા લોકો અનેક કિલો વજન વધારી લેતા હોય છે. 

પરંતુ આ શિયાળામાં તમારે તમારું વજન એક પણ કિલો વધવા દેવું ન હોય અને ઉલટાનું વધેલું વજન પણ ઘટાડી દેવું હોય તો આજે તમને એક જોરદાર ટિપ્સ જણાવીએ. શિયાળામાં વજન કંટ્રોલ કરવા માટે તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. રસોડામાં રહેલા કેટલાક મસાલા તમને વજન કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે આપણા રસોડામાં એવા કયા મસાલા છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. 

આદુ

ભારતીય રસોઈમાં આદુનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે. વર્ષોથી આદુને ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. પાચનતંત્રના સ્વાસ્થ્ય માટે આદુનો ઉપયોગ કરી શકાય છે. આદુ મેટાબોલિઝમને વધારે છે જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને શરીર ડિટોક્ષ થાય છે.

કાળા મરી

ભોજનનો સ્વાદ વધારતા કાળા મરી શરીરમાં વધેલી ચરબીને બાળવામાં પણ મદદ કરે છે. તેમાં એવા કમ્પાઉન્ડ હોય છે જે ફેટ મેટાબોલિઝમને વધારે છે અને ચરબી ઘટાડે છે. 

તજ

તજ ભારતીય રસોડામાં ઉપયોગમાં લેવાતો સૌથી લોકપ્રિય ગરમ મસાલો છે. તેનો સ્વાદ ખૂબ જ અલગ હોય છે અને તે કોઈ પણ વાનગીમાં ટેસ્ટ વધારી દે છે. તેનાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે અને વજન ઘટાડવા માટે પણ તે ઉપયોગી છે.

હળદર

ઔષધીય ગુણોથી ભરપૂર હળદર વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. હળદરમાં રહેલા શક્તિશાળી કમ્પાઉન્ડ રક્તને શુદ્ધ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જ શરીરની ચરબી ઝડપથી ઓછી કરવી હોય તો સવારે હૂંફાળા પાણીમાં હળદર ઉમેરીને પીવાનું રાખો. તેનાથી વજન કંટ્રોલમાં રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news