Weight Loss: આ 3 માંથી કોઈ 1 રીતે હિંગનો કરો ઉપયોગ, બરફની જેમ ઓગળવા લાગશે પેટની ચરબી

Weight Loss: હિંગને સુપાચ્ય માનવામાં આવે છે. હિંગ પાચનને ઝડપી કરે છે અને તે કેલેરી બાળવામાં અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આજે તમને હિંગના ઉપયોગથી વજન કેવી રીતે ઘટાડવું તે જણાવીએ.

Weight Loss: આ 3 માંથી કોઈ 1 રીતે હિંગનો કરો ઉપયોગ, બરફની જેમ ઓગળવા લાગશે પેટની ચરબી

Weight Loss: શું તમે પણ શરીરની વધતી ચરબીથી પરેશાન છો ? શું તમારું પેટ પણ બહાર નીકળતું જાય છે? જો તમારી સાથે આવું થતું હોય તો તમારે પાચન ક્રિયાને સુધારવાની જરૂર છે. જ્યારે ભોજનનું પાચન બરાબર થતું નથી ત્યારે શરીરમાં ચરબી વધવા લાગે છે. જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે પહેલા ડાયજેશન સુધારવું જોઈએ અને પછી વધારાની કેલરી બર્ન કરીને વજન ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ કામમાં હિંગ ઉપયોગી સાબિત થાય છે. હિંગનો ઉપયોગ કરવાથી પાચનક્રિયા સુધરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તેના માટે હિંગનો ઉપયોગ તમે ત્રણ અલગ અલગ રીતે કરી શકો છો. 

વજન ઘટાડવા માટે હિંગનું સેવન 

હિંગનું પાણી 

વજન ઘટાડવા માટે હિંગનું પાણી ઉપયોગી છે.. તેના માટે એક ગ્લાસ પાણીને બરાબર ઉકાળી તેમાં ચપટી હિંગ ઉમેરો. હવે આ પાણી હૂંફાળું હોય ત્યારે તેમાં સંચળ અને લીંબુ મિક્સ કરી પી લેવું. આ પાણી રોજ પીવાથી મેટાબોલિઝમ સુધરે છે અને વધારાની કેલેરી પણ ઝડપથી બને છે. આ પાણી પીવાથી પેટ પણ સાફ આવે છે અને શરીરની ગંદકી નીકળી જાય છે. 

હિંગ અને ઘી 

હિંગ અને ઘીનું સેવન કરવાથી ઝડપથી વજન ઘટે છે. આ બંને વસ્તુ આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. ઘીને ગરમ કરી તેમાં હિંગ ઉમેરો. હવે આ મિશ્રણ ઠંડુ થાય પછી તેને હૂંફાળા પાણી સાથે લઈ લેવું. તેનાથી આંતરડાની સફાઈ થશે અને પેટની ગંદકી નીકળી જશે. ઘી અને હિંગ રોજ રાત્રે સુતા પહેલા લેવા. 

હિંગ અને ચોખાનું પાણી 

ચોખાના પાણીથી પણ ખૂબ જ ફાયદો થાય છે. ખાસ કરીને જો તમે વજન ઘટાડવા માંગો છો તો આ કામ કરવું. તેના માટે ચોખાને ધોઈ અને સાફ પાણીમાં પલાળી દો. ત્યાર પછી ચોખાને પાણીમાંથી અલગ કરી તે પાણીમાં હિંગ અને મીઠું ઉમેરો. ત્યાર પછી તેને પી જવું.. નિયમિત રીતે થોડા દિવસ સુધી એક ગ્લાસ ચોખાનું પાણી હિંગ ઉમેરીને પીશો તો વજન ઝડપથી ઘટશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news