Worst Food Combination: વરસાદી વાતાવરણમાં તમે પણ ચા-ભજીયા બે હાથે ખાતા હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી
Worst Food Combination: મોટાભાગના ઘરમાં તો વરસાદ પડે કે ભજીયા બનવાનું શરૂ થઈ જાય છે. અલગ અલગ વસ્તુઓમાંથી બનતા ભજીયા ચા સાથે મોટાભાગના લોકો માણે છે. પરંતુ હકીકતમાં ચા સાથે આ નાસ્તો કરવો શરીરને નુકસાન કરે છે.
Trending Photos
Worst Food Combination: વરસાદી વાતાવરણમાં જ્યારે ઠંડક પ્રસરી જાય ત્યારે ગરમાગરમ ચા સાથે ભજીયા કે પકોડા ખાવાની ઈચ્છા થઈ જાય છે. મોટાભાગના ઘરમાં તો વરસાદ પડે કે ભજીયા બનવાનું શરૂ થઈ જાય છે. અલગ અલગ વસ્તુઓમાંથી બનતા ભજીયા ચા સાથે મોટાભાગના લોકો માણે છે. પરંતુ હકીકતમાં ચા સાથે આ નાસ્તો કરવો શરીરને નુકસાન કરે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ચા સાથે તળેલી વસ્તુઓ ખાવી હાનિકારક છે. ખાસ કરીને ભજીયા અને પકોડા જેવી વસ્તુઓ ખાવાથી શરીરને નુકસાન થઈ શકે છે. ચા સાથે આ વસ્તુઓ ખાવાથી શરીરને કેટલા નુકસાન થાય છે તે પણ જાણી લો.
ચા અને ભજીયા સાથે ખાવાથી થતા નુકસાન
1. ભજીયા તળવા માટે તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કેલરી અને ફેટનું પ્રમાણ વધી જાય છે. જો તમે ચાની સાથે નિયમિત રીતે ભજીયા ખાવ છો તો વજન વધી શકે છે. વરસાદી વાતાવરણમાં મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે તેવામાં કેલેરીયુક્ત નાસ્તો સ્થૂળતા વધારી શકે છે.
2. ભજીયામાં તેલનું પ્રમાણ વધારે હોય છે તેને પચાવવામાં વધારે સમય લાગે છે. સાથે જ ચા પણ કેફીન યુક્ત હોય છે. આ બંને વસ્તુને સાથે ખાવાથી પેટમાં બળતરા અપચો અને એસિડિટી થઈ શકે છે. જે લોકોને પહેલાથી જ પાચન સંબંધિત સમસ્યા હોય તેમની તબિયત વધુ બગડી શકે છે.
3. ચા અને ભજીયા સંતુલિત આહાર નથી. ભજીયા બનાવવા માટે ચણાનો લોટ, બટેટા ડુંગળી અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓને જ્યારે તળવામાં આવે છે તો તેની પૌષ્ટિકતા ઘટી જાય છે. જેના કારણે શરીરને જરૂરી પોષણ પણ મળતું નથી.
4. તળેલા ભજીયા ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ વધી શકે છે. બેડ કોલેસ્ટ્રોલ વધી જવાથી હૃદય સંબંધિત સમસ્યાઓ પણ વધે છે. નિયમિત રીતે ભજીયા અને ચાનો નાસ્તો કરવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે.
5. ભજીયામાં કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે જે બ્લડ સુગર લેવલને ઝડપથી વધારી શકે છે. ચામાં પણ ખાંડનું પ્રમાણ વધારે હોય છે જે પણ બ્લડ સુગર વધવાનું કારણ બની શકે છે. આ બંને વસ્તુઓને સાથે ખાવી ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી છે..
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે