Gold Rate Today: સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનું રેકોર્ડ હાઈથી 4000 રૂપિયા અને ચાંદી લગભગ 10000 રૂપિયા સસ્તી, જાણો લેટેસ્ટ રેટ
Gold-Silver Price 27 June 2024: સોના અને ચાંદી પર સતત દબાણ જોવા મળી રહ્યું છે. આ અઠવાડિયે કિંમતી ધાતુના ભાવમાં સતત કડાકો જોવા મળે છે. રિકોર્ડ હાઈથી મેટલ્સમાં મોટો ઘટાડો થઈ ચૂક્યો છે. ગ્લોબલ બજારોમાં સોનું બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યું.
Trending Photos
સોના અને ચાંદી પર સતત દબાણ જોવા મળી રહ્યું છે. આ અઠવાડિયે કિંમતી ધાતુના ભાવમાં સતત કડાકો જોવા મળે છે. રિકોર્ડ હાઈથી મેટલ્સમાં મોટો ઘટાડો થઈ ચૂક્યો છે. ગ્લોબલ બજારોમાં સોનું બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યું. ભારતીય વાયદા બજારમાં પણ રેકોર્ડ હાઈથી લગભગ 4000 રૂપિયા ગગડ્યા બાદ સોનાના ભાવ સતત દબાણમાં છે.
MCX પર સોનાનો ભાવ
વાયદા બજારમાં ગુરુવારે 27 જૂનના રોજ સોનું 108 રૂપિયાના ઘટાડા સાથે 70,981 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. ગઈ કાલે સોનું 71,089 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીનો ભાવ 385 રૂપિયાના ઘટાડા સાથે 86580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો. કાલે ચાંદી 86,965ના સ્તરે ક્લોઝ થઈ હતી.
રેકોર્ડ હાઈથી કેટલું ગગડ્યું સોનું?
જો રેકોર્ડ હાઈની વાત કરીએ તો મેમાં સોનું 74,600 ઉપર ગયું હતું. ત્યાંથી લગભગ 4000 રૂપિયા જેટલું ગગડી ચૂક્યું છે. જ્યારે ચાંદીએ 96,600 ના લેવલને ટચ કર્યું હતું. ત્યાંથી લગભગ 10,000 રૂપિયા સુધી ઘટી ચૂક્યા છે. ચીન તરફથી સોનાની ખરીદી પર રોક અને માંગણીમાં ઘટાડાથી સોના પર દબાણ બનેલું છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે. આજે ઓપનિંગ રેટમાં 184 રૂપિયા ઘટીને ભાવ 71,083 રૂપિયાના સ્તરે ભાવ પહોંચી ગયો. ગઈ કાલે સોનું 71,267 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ આજે ઓપનિંગ રેટમાં 169 રૂપિયા ગગડ્યું અને 65,112 રૂપિયા પર પહોંચ્યું. કાલે 65,281 રૂપિયા પર ક્લોઝ થયું હતું.
ચાંદીમાં પણ મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. આજે ઓપનિંગ રેટમાં ભાવ 183 રૂપિયા ગગડીને પ્રતિ કિલો 86,761 રૂપિયા પર પહોંચી ગયા. કાલે ચાંદી 86,944 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ડોલરમાં મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં તેજીના પગલે કાલે 1 ટકા ગગડ્યું હતું. આ અઠવાડિયે અમેરિકાના મોંઘવારીના આંકડા આવવાના છે, જેના પર રોકાણકારોની નજર છે. સ્પોટ ગોલ્ડ 0.8 ટકા ગગડીને 2,301 ડોલર પર પહોંચ્યું. 10 જૂન બાદ આ સૌથી નીચલું સ્તર છે. યુએસ ગોલ્ડ ફ્યૂચરમાં 0.8 ટકાનો ઘટાડો આવ્યો અને તે 2,313 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યુ.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે