ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર વેકેન્સી

Germany opens door : ગુજરાતીઓ માટે જર્મનીમાં નોકરીની અઢળક તકો છે, જર્મન સરકારનું ઓપોર્ચ્યુનિટી કાર્ડ, વિઝા- જૉબ ઑફર લેટર વગર કેવી રીતે કરશો અપ્લાય?

ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર વેકેન્સી

Germany skilled worker visa : કેટલાક દેશો એવા છે, જેમાં બેરોજગારીનો પાર નથી. પરંતુ આ વચ્ચે કેટલાક દેશો એવા છે, જ્યાં માણસોની તંગી છે. આવા દેશોના નાગરિકો અન્ય દેશોના નાગરિકો માટે દરવાજા ખુલ્લા કરે છે. ત્યારે હાલ જર્મની જેવો દેશ સ્કિલ્ડ મેનપાવરની તંગીથી પીડાઈ રહ્યો છે. આ અછત દૂર કરવા માટે જર્મનીએ વિદેશી નાગરિકો માટે પોતાના દરવાજા ખુલ્લા કર્યાં છે. આ દેશ નોકરી પણ આપશે, અને વિઝા પણ આપશે. જેમાં ભારતીયોને પણ ચાન્સ મળી શકે છે. જર્મનીમાં કર્મચારીઓને અછતને પહોંચી વળવા સરકાર વિદેશી વિદ્યાર્થીઓને 3 વર્ષના વિઝા અને નોકરી આપશે. 

થોડા સમય પહેલા કેનેડામાં વર્કર્સની તંગ હતી. જેને કારણે કેનેડાએ મોટી સંખ્યામાં અન્ય દેશોના લોકોને આવકાર્યા હતા. જેને કારણે ભારતમાંથી કેનેડા જવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. ત્યારે કેનેડા બાદ હવે જર્મનીમાં જવા માટે ભારતીયોને તક મળી છે. હાલ જર્મની દેશ ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યું છે. એમ કહો કે, દેશ પર મોટું સંકટ આવી ચઢ્યું છે. આ સમસ્યા કર્મચારીઓની અછતની છે. હાલ દેશ પાસે સ્કીલ્ડ કર્મચારીઓની તંગી છે. જે માટે તેણે વિદેશનો લોકોને આવકાર આપ્યો છે. એક આંકડા અનુસાર, જર્મનીને 2035 સુધીમાં 70 લાખ સ્કીલ્ડ વર્કરની જરૂર છે. 

કયા કયા સેક્ટરમાં નોકરીની જરૂર
નોકરીની વાત કરીએ તો, નર્સિંગ, ફૂડ એન્ડ બેવરેજિસ કંપનીઓ, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને આઈટી સેક્ટરમાં કર્મચારીઓની સૌથી વધુ અછત છે. 

કોને તક મળશે
જર્મનીએ આવા લોકો માટે ઓર્પોચ્યુનિટી કાર્ડ રજૂ કર્યું છે. આ કાર્ડ બહારના દેશોના લોકોને જર્મનીમાં રહેવાની અને ત્યાં એક વર્ષ સુધી નોકરી શોધવાની મંજૂરી આપે છે. 

કેવી રીતે મળશે ઓપોર્ચ્યુનિટી કાર્ડ

  • 2 વર્ષની વ્યવસાયિક તાલીમ અથવા માન્ય ડિગ્રી હોવી જરૂરી છે. જર્મન અથવા અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે
  • એક વર્ષ રહેવા માટે લગભગ 12000 યુરો હોવા જોઈએ
  • જર્મન ભાષાનું બેઝિક જ્ઞાન જરૂરી છે 

આમ, જર્મનીમાં સ્કિલ્ડ લોકોની અછત ઊભી થતાં સરકારે ઓપોર્ચ્યુનિટી કાર્ડ ખાસ નોકરિયાતો માટે બહાર પાડ્યું છે. નોન યુરોપિયન દેશોના નાગરિકો આ કાર્ડ માટે અપ્લાય કરી શકશે. જો કોઈ ભારતમાંથી જર્મનીમાં જોબ ઑફર લેટર વગર નોકરી કરવા માગે છે તો તેના માટે આ તક શ્રેષ્ઠ છે. જો તમે વિદેશમાં સારા પગારની નોકરી કરવા માંગો છો, તો તાત્કાલિક આ દેશમાં કેવી રીતે જવું તેની માહિતી મેળવો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news