Sweet Potatoes: ડાયાબિટીસ હોય તો શક્કરિયા ખવાય? જાણો ડાયાબિટીસના દર્દી માટે શક્કરિયા સારા કે ખરાબ
Sweet Potatoes: શિયાળામાં મળતા પૌષ્ટિક શાકભાજીમાંથી એક શક્કરીયા પણ છે. સ્વાદમાં મીઠા શક્કરિયા ખાવામાં કેટલાક લોકોને ટેન્શન રહે છે. ખાસ કરીને ડાયાબિટીસમાં શક્કરીયા ખવાય કે નહીં તે પ્રશ્ન હોય છે. તો આજે તમને આ પ્રશ્નનો સાચો જવાબ જણાવી દઈએ.
Trending Photos
Sweet Potatoes: શિયાળામાં મળતા અલગ અલગ શાકભાજીમાંથી એક શક્કરિયા પણ છે. શક્કરિયાને શેકીને અને બાફીને ખાવાનું લોકો પસંદ કરે છે. શકરીયા માંથી અલગ અલગ વાનગીઓ પણ બને છે. સ્વાદમાં મીઠા શક્કરિયા શરીરને ગરમી આપીને ઠંડકથી બચાવે છે. શકરીયા ખાવાથી સુસ્તી અને થાક પણ ઓછા થાય છે. પરંતુ સ્વાદમાં મીઠા શક્કરિયા ખાવામાં ડાયાબિટીસના દર્દીઓ સંકોચ અનુભવે છે.
સ્વાદમાં મીઠા હોવાના કારણે શક્કરિયા બ્લડ સુગર લેવલને વધારે છે તેવું લોકો માનતા હોય છે. ડાયાબિટીસ હોય તે લોકો શક્કરિયા ખાવાનું એટલા માટે ટાળતા હોય છે કે તેને ખાવાથી બ્લડ શુગર લેવલ વધી ન જાય. જો આવી સમસ્યા તમને પણ રહેતી હોય તો ચાલો તમને જણાવ્યા કે ડાયાબિટીસમાં શકરીયા ખાવા જોઈએ કે નહીં.
ડાયાબિટીસના દર્દીઓ પણ શક્કરિયા ખાઈ શકે છે પરંતુ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવું. શક્કરિયા ખાવાથી બોડીમાં ઇન્સ્યુલિન લેવલ બેલેન્સ કરવામાં મદદ મળે છે. તેનાથી બ્લડમાં ગ્લુકોઝની માત્રા ઓછી રાખવામાં મદદ મળે છે.
એક રિસર્ચમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે સ્વાદમાં મીઠા શક્કરિયા ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારક છે. શક્કરિયામાં કેટલાક ફ્લેવેનોઈડસ હોય છે જે રક્તમાં સુગરનું પ્રમાણ વધતા અટકાવે છે. પરંતુ શક્કરિયાનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ તો જ આ બધા ફાયદા પ્રાપ્ત થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ કેવી રીતે ખાઈ શકે છે કર્યા ?
શક્કરિયામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે. તે વધશે કે ઘટશે તે તેને પકાવવાની રીત પર આધાર રાખે છે. શક્કરિયા ખાતા પહેલા તેને પકાવવાની યોગ્ય રીત વિશે જાણવું જરૂરી છે. જો તમે યોગ્ય રીતે પકાવીને શક્કરિયા ખાશો તો બ્લડ સુગર લેવલ વધશે નહીં.
ડાયાબિટીસમાં શક્કરિયા ખાવા હોય તો દિવસના 50 ગ્રામ થી વધારે શક્કરિયા ખાવા નહીં. આ સિવાય ડાયાબિટીસમાં શેકેલા શક્કરિયા ખાવાથી ફાયદો થાય છે. જો શક્કરિયાને બાફવા હોય તો ઓછામાં ઓછી 30 મિનિટ સુધી તેને બાફો અને પછી ખાવા જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે