Weight Loss કરવા માટે ડાયટ કે એક્સરસાઈઝ નહીં કરો આ કામ, 10 દિવસમાં દેખાશે અસર

Weight Loss In 10 Days: પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ પ્રકારના ડાયટ પ્લાન ફોલો કર્યા વિના અને એક્સરસાઇઝ કર્યા વિના પણ વજનને ઓછું કરી શકાય છે? જો તમારે વજનને ઓછું કરવું હોય તો તેના માટેની સરળ ટિપ્સ તમને જણાવીએ.

Weight Loss કરવા માટે ડાયટ કે એક્સરસાઈઝ નહીં કરો આ કામ, 10 દિવસમાં દેખાશે અસર

Weight Loss In 10 Days: અનિયમિત જીવનશૈલી અને દોડધામ ભરેલી દિનચર્યા ના કારણે લોકો વધતા વજનની સમસ્યાથી પણ પીડાવા લાગ્યા છે. વજન વધી જાય પછી લોકો પ્રયત્ન કરવા લાગે છે કે વધેલું વજન ઝડપથી ઘટે. તેના માટે લોકો ડાયટ પ્લાન અને એક્સરસાઇઝ પણ કરે છે. પરંતુ મોટાભાગના લોકોને એવી ફરિયાદ હોય છે કે આ બંને વસ્તુથી પણ ઝડપથી વજન ઘટતું નથી. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ પ્રકારના ડાયટ પ્લાન ફોલો કર્યા વિના અને એક્સરસાઇઝ કર્યા વિના પણ વજનને ઓછું કરી શકાય છે? જો તમારે વજનને ઓછું કરવું હોય તો તેના માટેની સરળ ટિપ્સ તમને જણાવીએ. આ ટિપ્સને ફોલો કરીને તમે સરળતાથી વજન ઘટાડી શકો છો અને દસ જ દિવસમાં તમને તેની અસર પણ દેખાવા લાગશે. 

આ પણ વાંચો:

ખોરાકની બદલો આદત

વજન વધવા લાગે ત્યારે લોકો ડાયટ પ્લાન ફોલો કરવા લાગે છે અને કલાકો સુધી કસરત કરે છે. પરંતુ હકીકતમાં જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે પોતાના આહાર સંબંધિત કેટલીક આદતો સૌથી પહેલા બદલવી જોઈએ જેનાથી વજન ઝડપથી ઘટે છે. 

લંચ અને ડિનર વચ્ચે કરો હળવો નાસ્તો

બપોરના ભોજન અને રાત્રિના ભોજન વચ્ચે કલાકોનું અંતર હોય છે તેથી આ સમયમાં હળવો નાસ્તો કરી લેવો જોઈએ. જેથી તમે રાત્રે ઓવરિટિંગ કરવાથી બચી જાઓ. જો તમે સાંજે નાસ્તો કરતા નથી તો રાત્રે વધારે જમો છો અને તેના કારણે ઝડપથી વજન વધે છે.

નાની પ્લેટમાં કરવું ભોજન

જો તમે વજન ઘટાડવાની ઈચ્છા રાખતા હોય તો સૌથી પહેલા તો નાની પ્લેટમાં જમવાનું શરૂ કરો. નાની પ્લેટમાં ઓછા પોર્શનમાં વસ્તુઓ લેવી અને પછી બીજી વખત ખાવાનું ટાળો. નાની પ્લેટમાં જમવાનું શરૂ કરશો એટલે ધીરે ધીરે વધારે ખાવાની આદત છૂટી જશે અને વજન પણ ઓછું થતું લાગશે. 

રાત્રે સૂવાના બે કલાક પહેલા જમી લેવું

જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય તો રાત્રે સૂવાના સમયથી બે કલાક પહેલા જમી લેવું જોઈએ. સાથે જે વાતનું ખાસ ધ્યાન રાખવું કે રાત્રે જમ્યા પછી કોઈપણ વસ્તુ ખાવી નહીં. જો તમે રાત્રે 10 વાગ્યે સૂવો છો તો આઠ વાગ્યા પહેલા કોઈપણ સંજોગોમાં જમી લેવું જોઈએ અને ત્યાર પછી કંઈ પણ ન ખાવું. 

આ પણ વાંચો:

જમતા પહેલા ગરમ પદાર્થ લેવો

સ્વાસ્થ્ય નિષ્ઠાંતોનું માનવું છે કે જમતા પહેલા કોઈ ગરમ વસ્તુ ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જમતા પહેલા તમે સુપ કે હુંફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પી શકો છો. 

વજન ઘટાડવા કરો આ કામ

વજન ઘટાડવા માટે સૌથી પહેલા બહારનું અને અલહેલ્ધી ખાવાનું છોડો. સાથે જ દિવસ દરમિયાન ત્રણથી ચાર લીટર પાણી પીવાનું સુનિશ્ચિત કરો. જો તમે આ ટિપ્સને ફોલો કરશો તો તમારું વજન ઝડપથી ઉતરવા લાગશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news