Healthy Diet: આ ફળ અને શાકભાજી દૂર કરી શકે છે હાર્ટ એટેકનું રિસ્ક, આજથી જ ડાયટમાં કરો સામેલ

Healthy Diet:આજે તમને એવા ફળ અને શાકભાજી વિશે જણાવીએ જે હૃદય સંબંધિત સમસ્યા ધરાવતા લોકો માટે લાભકારક સાબિત થાય છે. આ ફળ અને શાકભાજી હાર્ટ એટેકનું રિસ્ક પણ ઘટાડી શકે છે. 

Healthy Diet: આ ફળ અને શાકભાજી દૂર કરી શકે છે હાર્ટ એટેકનું રિસ્ક, આજથી જ ડાયટમાં કરો સામેલ

Healthy Diet: ભારતમાં હાર્ટ એટેકથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આ સિવાય હાર્ટ ડીસીઝના દર્દીની સંખ્યા પણ કુદકેને ભૂસકે વધી રહી છે. હાર્ટ એટેક, સ્ટ્રોક, કોરોનરી આર્ટરી ડીસીઝ, બેડ કોલેસ્ટ્રોલના કારણે જીવનું જોખમ પણ ઊભું થાય છે. આ સમસ્યા ન થાય તે માટે પહેલાથી જ સતર્ક થઈ જવું પડે છે. 

જેમને પહેલાથી જ હૃદય સંબંધિત કોઈ રોગ કે સમસ્યા છે તો તેમણે પહેલાથી જ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. જો આવા લોકોનું વજન વધારે હોય કે બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તો તેને કંટ્રોલ કરવાના પ્રયત્ન કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. આજે તમને એવા ફળ અને શાકભાજી વિશે જણાવીએ જે હૃદય સંબંધિત સમસ્યા ધરાવતા લોકો માટે લાભકારક સાબિત થાય છે. આ ફળ અને શાકભાજી હાર્ટ એટેકનું રિસ્ક પણ ઘટાડી શકે છે. 

બેરીઝ અને દ્રાક્ષ 

હાર્ટ પેશન્ટ માટે બેરિસ જેમ કે સ્ટ્રોબેરી, બ્લુબેરી, રાસબેરી અને દ્રાક્ષ વરદાન સમાન છે. આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી તેમાં રહેલું પેક્ટીન કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. અને સાથે જ તે હાર્ટની બીમારી થવાનું જોખમ પણ ઘટાડે છે. 

ખાટા ફળ 

ખાટા ફળ પણ વિટામીન સી અને ફાઇબરથી ભરપૂર હોય છે. જે રક્તમાં ફેટનું પ્રમાણ ઘટાડે છે. છતાં પણ ખાવાથી હાર્ટ ડીસીસથી રક્ષણ થાય છે. દૈનિક આહારમાં સંતરા અને મોસંબી જેવા ફળનો સમાવેશ કરવો જોઈએ. 

લીલા પાનવાળી ભાજી 

હાર્ટ પ્રોબ્લેમની સાથે અનેક બીમારીઓમાં લીલા પાનવાળી ભાજી ફાયદો કરે છે. તેમાં એવા પોષક તત્વો હોય છે જે હાર્ટ પેશન્ટની સૌથી વધુ ફાયદો કરે છે. તેમાં પણ પાલક અને કેલ જેવી વસ્તુ ખાવાથી લાભ થાય છે. 

ટમેટા 

ટમેટા પણ એવું શાક છે જે રોજ ઘરમાં ઉપયોગમાં લેવાય છે. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે ટમેટા બેડ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર પર કંટ્રોલ કરી શકે છે. શક્ય હોય તો ટામેટાને કાચું ખાવું અથવા તો તેને બ્લેન્ડ કરીને તેનું જ્યુસ પીવું. ટમેટા ખાવાથી હાઇ બ્લડ પ્રેશર અને બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news