ભૂલથી પણ પેન્ટના આ ખિસ્સામાં મોબાઈલ ન રાખતા, નહિ તો નપુંસક બની જશો
Is it safe to keep phone in pocket : એક્સપર્ટસનું કહેવું છે કે, જો તમે તમારા પેન્ટના ખિસ્સામાં ફોન રાખો છો તો તેનું રેડિયેશન તમારા હાડકાને, ખાસ કરીને થાપાના હાડકાને નબળા બનાવી શકે છે
Trending Photos
Does phone in pocket affect sperm : સ્માર્ટફોન માણસોને આળસી બનાવી રહ્યું છે. સ્માર્ટફોનની આડઅસરો દિવસેને દિવસે વધી રહી છે. પરંતુ સ્માર્ટફોનની એક આડઅસર એવી છે, જે જાણીને તમારા પગ તળેથી જમીન ખસી જશે. તમને એ નહિ ખબર હોય કે સ્માર્ટફોન પુરુષોને નપુંસક પણ બનાવી રહ્યાં છે. ખાસ કરીને ખોટા ખિસ્સામાં સ્માર્ટફોન મૂકવાથી તેની રેડિયેશનની અસર એટલી તીવ્ર હોય છે કે તે પુરુષોને નપુંસકતા તરફ દોરી જાય છે. તેથી તમારે આ જાણી લેવું બહુ જ જરૂરી છે કે, પેન્ટના કયા ખિસ્સામાં સ્માર્ટફોન રાખવો.
સ્માર્ટફોનનો ઉપયોગ એટલો વધી ગયો છે કે, તેને પોતાનાથી અલગ રાખવો મુશ્કેલ છે. મોટાભાગના લોકો સ્માર્ટફોનને હાથમાં રાખે છે, તો કેટલાક લોકો એટલા એડિક્ટેડ બની ગયા છે કે, કોઈ કામ વગર પર ફોન પર સ્ક્રોલ કરતા રહે છે. ફોન જિંદગીનો મહત્વનો ભાગ બની ગયો છે, પરંતું તે અનેક પ્રકારની બીમારીઓ લઈને આવે છે.
ફોનનો ઉપયોગ એટલો વધી ગયો છે કે, તેને ટોયલેટ પણ લોકો સાથે લઈને જાય છે. મોટાભાગના લોકો તેને પેન્ટના ખિસ્સામાં રાખવાનું પસંદ કરે છે. તેમાં પણ પુરુષો આવું કરે છે. પુરુષો ફરતા રહે છે, ત્યારે પોતાના પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખે છે. બહાર જાય તો પણ આવુ કરે છે. પરંતુ તેની આડઅસર એવી છે કે આવુ કરવાથી મોટું નુકસાન થાય છે.
આ પણ વાંચો :
ખિસ્સામાં ફોન રાખવાથી શું નુકસાન થાય છે
એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, જ્યારે વાયરલેસ નેટવર્કથી કનેક્ટેડ ફોનને તમે તમારા ખિસ્સામાં રાખો છો તો તમારા શરીરને 2 થી 7 ગણુ રેડિયેશન સહન કરવું પડે છે. એ પણ ધ્યાન રાખો કે, ફોન રેડિયેશનને પણ કેન્સર થવાનું કારણ ગણવામાં આવે છે. તમને નવાઈ લાગશે કે, આ રેડિયેશન તમારા ડીએનએ સ્ટ્રક્ચરને પણ બદલી શકે છે. તેનાથી નપુંસકતાનો ખતરો રહે છે અને દિલ સાથે જોડાયેલી સમસ્યા પણ થઈ સકે છે.
એક્સપર્ટસનું કહેવું છે કે, જો તમે તમારા પેન્ટના ખિસ્સામાં ફોન રાખો છો તો તેનું રેડિયેશન તમારા હાડકાને, ખાસ કરીને થાપાના હાડકાને નબળા બનાવી શકે છે.
તો પછી સ્માર્ટફોન ક્યાં રાખવો
એ ધ્યાન રાખો કે ફોન કોઈ પણ એવા ખિસ્સામાં ન રાખો, જ્યાં તમારા શરીરના નાજુક અંગો નજીક હોય. સૌથી સારી બાબત એ છે કે ફોનને બેગમાં રાખો. અને જો પર્સ ન રાખવું હોય તો ફોનને પેન્ટના પાછળના ખિસ્સામાં રાખો. અહી ફોન રાખતા સમયે એ ધ્યાન રાખો કે મોબાઈલનો પાછળનો ભાગ ઉપર રહે. જેથી તમારું શરીર કોઈ રેડિયેશનના સંપર્કમાં ન આવે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે