Stock Market: સેન્સેક્સ અને Nifty કડાકા સાથે બંધ થયા, આ શેરોમાં જોવા મળી ભારે વેચાવલી
Stock Market Closing: અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે આજે ભારતીય શેબજારો ઘટાડા સાથે બંધ થયા.
Trending Photos
Stock Market Closing: અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે આજે ભારતીય શેબજારો ઘટાડા સાથે બંધ થયા. બજારમાં સતત 7માં દિવસે વેચાવલી જોવા મળી. બજારના આ ઘટાડામાં આઈટી, ઓટો, મેટલ શેરોમાં સૌથી વધુ વેચાવલી રહી. સેન્સેક્સ અને નિફ્ટી બંને તૂટીને બંધ થયા.
સેન્સેક્સ અને Nifty 50
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 175.58 પોઈન્ટ ગગડીને 59288.35 પોઈન્ટ પર પહોંચ્યો અને નિફ્ટી 73.10 પોઈન્ટ તૂટીને 17392.70 પોઈન્ટ પર બંધ થયો. અદાણી ગ્રુપના શેરોમાં તાબડતોડ ઘટાડો આજે પણ જોવા મળ્યો.
શેરબજારોમાં ઘટાડાના કારણ
- US, યુરોપ અને એશિયન બજારોમાં તેજ વેચાવલી
- ડોલર ઈન્ડેક્સ 105 પાર પહોંચ્યો
- હેવીવેટ સ્ટોક્સમાં ઘટાડો, , INFOSYS, TCS, RIL તૂટ્યા.
ટોપ ગેઈનર્સ
આજે નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં આઈસીઆઈઈસી બેંક, પાવર ગ્રિડ કોર્પોરેશન, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, એચડીએફસી લાઈફ ટોપ ફાઈવમાં રહ્યા જ્યારે સેન્સેક્સ ટોપ ફાઈવમાં પાવર ગ્રિડ કોર્પોરેશન, આઈસીઆઈસી બેંક, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, એચડીએફસીના શેર જોવા મળ્યા.
ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ, બજાજ ઓટો, યુપીએલ, ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ, જ્યારે સેન્સેક્સમાં ટાટા સ્ટીલ, ઈન્ફોસીસ, ટીસીએસ, ટાટા મોટર્સ, M&M ના શેરો જોવા મળ્યા.
અદાણીના શેરના હાલ
અદાણીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ટોટલમાં સતત 22 દિવસ લોઅર સર્કિટ જોવા મળી, અદાણી ટ્રાન્સમિશનમાં સતત 13 દિવસ લોઅર સર્કિટ, અદાણી ગ્રીનમાં સતત 6 દિવસ લોઅર સર્કિટ, અદાણી ગ્રીનમાં એક મહિનામાં 18 લોઅર સર્કિટ જોવા મળી જ્યારે અદાણી વિલમારમાં એક મહિનામાં 11 લોઅર સર્કિટ જોવા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે