વરદાનથી કમ નથી આ 5 કાચા શાકભાજી, આજથી જ ખાવાનું શરૂ કરો, કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ!
કેટલીક શાકભાજીમાં ફળો કરતાં ઓછી શુગર હોય છે. આ શાકભાજીમાં ફાઈબર અને અન્ય જરૂરી પોષક તત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ શાકભાજી કાચા ખાવાથી બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
Trending Photos
Vegetables To Control Diabetes: ડાયાબિટીસ એ ઝડપથી વધતી સમસ્યા છે. ખોટી લાઇફસ્ટાઇલ અને ખરાબ આહારના કારણે આ બીમારી ઝડપથી વધી રહી છે. જો કે, તેને દવાઓથી અને વિવિધ રીતે કંટ્રોલ કરી શકાય છે, પરંતુ ઘણા ડાયાબિટીસના દર્દીઓના બ્લડ શુગરનું સ્તર આ દવાઓથી ઠીક થતું નથી. એવામાં ફળો અને શાકભાજીને આહારમાં સામેલ કરીને આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. જોકે મોટાભાગના શાકભાજીમાં ફળો કરતાં ઓછી શુગર હોય છે. આ શાકભાજીને રાંધ્યા વગર કાચા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ થઈ શકે છે. કેટલીક શાકભાજીમાં ઓછી શુગરની સાથે ફાઈબર અને અન્ય જરૂરી પોષક તત્વો ભરપૂર હોય છે. આ કાચા શાકભાજી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
Vastu Tips: આજે માતા લક્ષ્મીને પૂજામાં ચઢાવો આ ફૂલ, મળશે ધનવાન બનવાના આર્શિવાદ
Chanakya Niti: ખરાબ સમયને સારા દિવસોમાં બદલી દે છે ચાણક્યની આ નીતિઓ
બ્રોકલી (Broccoli)
ડાયાબિટીસના દર્દીઓ બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે બ્રોકોલીનું સેવન કરી શકે છે. તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે, જે બ્લડ શુગરને વધતા અટકાવે છે. તેમાં રહેલા ઘણા જરૂરી પોષક તત્વો જેમ કે ફાઈબર અને વિટામિન્સ ડાયાબિટીસના દર્દીઓ માટે સારા માનવામાં આવે છે. બ્રોકોલીને સલાડ તરીકે પણ ખાઈ શકાય છે.
DIY Hair Care: Coconut Oil સાથે આ વસ્તુ મિક્સ કરો મસાજ, પછી જુઓ કમાલ
Health Tips: એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઇએ, શું તમે જાણો છો જવાબ?
Credit Card બેલેન્સ ટ્રાંસફર શું છે? આ દેવું ચૂકવવામાં કેવી રીતે કરે છે મદદ?
કાકડી (Cucumber)
કાકડી ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. તેને કાચું પણ ખાઈ શકાય છે. કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. આ સાથે કાકડીમાં ઘણા જરૂરી વિટામિન્સ પણ મળી આવે છે. તેમાં ખાંડ હોતી નથી, જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે.
ટામેટા (Tomato)
ડાયાબિટીસના દર્દીઓ ટામેટાંનું સેવન કરી શકે છે. તેમાં શુગર હોતી નથી અને તે સ્ટાર્ચ વગરની શાકભાજી છે, જેના કારણે આ શાકભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ટામેટા સલાડના રૂપમાં ખાઈ શકાય છે.
WhatsApp નું ધમાકેદાર ફીચર! હવે ગ્રુપ બનાવવા માટે નામ આપવાની જરૂર નહી, જાણો ફાયદા
લોનનો હપ્તો ઘટાડવાનો ધાંસૂ આઇડિયા, પાડોશીઓ પણ તમને પૂછશે પદ્ધતિ
પાલક (Spinach)
હાઈ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પાલક મદદરૂપ સાબિત થઈ શકે છે. પાલકમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. જેના કારણે તે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરી શકે છે. વધતું વજન ઘટાડવા અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં પણ પાલક સારી સાબિત થઈ શકે છે.
Gold Astrology: સોનાનો ગુરૂ ગ્રહ સાથે છે સીધો સંબંધ, આ રાશિના લોકો સોનું ન પહેરવું
વર્ષો બાદ રક્ષાબંધન પર ચમકશે આ લોકોની કિસ્મત, 200 વર્ષ પછી સર્જાશે આ સંયોગ
કોબી (Cabbage)
કોબીજ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેને સલાડ તરીકે ખાઈ શકાય છે. ઓછી શુગર અને આવશ્યક વિટામિન હોવાને કારણે તે બ્લડ શુગરને નિયંત્રિત કરી શકે છે. તેમાં વિટામિન B6, વિટામિન C, વિટામિન K અને ફોલેટ હોય છે. કોબીજને ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે.
આજથી મહા બદલાવ! 5 ગ્રહોની વક્રી ચાલ કરશે નોટોનો વરસાદ,આ લોકોની રૂપિયાથી ભરાશે તિજોરી
આ લોકોએ ભૂલથી પણ ખાવા ન જોઇએ રીંગણ, નહીંતર મુશ્કેલીમાં મુકાશો, જાણો કેમ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે