પુષ્પા 2, દંગલ, RRR...બધા પાણી ભરે! આ ફિલ્મનો રેકોર્ડ તોડવો એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત, વેચાઈ હતી 30 કરોડ ટિકિટ

બોલીવુડમાં એવી અનેક ફિલ્મો બની છે જેની ભારત સિવાય વિદેશમાં પણ છપ્પરફાડ કમાણી કરી છે. ગત વર્ષે ચીનમાં રિલીઝ થયેલી સાઉથની ફિલ્મ મહારાજને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. જો કે હિન્દી સીનેમા માટે આ કોઈ નવી વાત નથી. 
 

રેકોર્ડ અકબંધ

1/5
image

બોલીવુડની અનેક એવી ફિલ્મો છે જે વિદેશમાં તાબડતોડ કમાણી કરી ચૂકી છે. જેમાં દંગલ, આરઆરઆર, અને પુષ્પા 2 સામેલ છે. પરંતુ શું તમને ખબર છે કે એક હિન્દી ફિલ્મ એવી પણ છે જેના નામે વિદેશમાં એવો રેકોર્ડ નોંધાયેલો છે જેની સામે બધી ફિલ્મો પાણી ભરે. જાણો આ ફિલ્મ વિશે.   

દંગલને પણ માત

2/5
image

જ્યારે પણ વિદેશમાં છપ્પરફાડ કમાણી કરવાની વાત આવે ત્યારે સૌથી પહેલા દંગલનું નામ સામે આવે છે. જેને ભારતીય સિનેમા ઈતિહાસની સૌથી મોટી હિટ ફિલ્મ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે આ ફિલ્મે ફક્ત ચીનમાં જ 238 મિલિયન ડોલરની કમાણી કરી હતી. એટલે કે ચીનમાં તેની 4.31 કરોડ ટિકિટ વેચાઈ હતી. ત્યારબાદ વધુ એક ફિલ્મનું નામ આવે છે અને તે છે એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર. જેણે અમેરિકા અને જાપાનમાં ઈતિહાસ રચ્યો હતો.   

અલ્લુ અર્જૂનની ફિલ્મ રહી ગઈ પાછળ

3/5
image

આ ફિલ્મે બંને જગ્યાએ 20 મિલિયનની કમાણી કરી. બધુ મળીને 30 લાખ લોકોએ જોઈ. ત્યારબાદ પુષ્પા 2 સૌથી મોટી હિટ ફિલ્મ ગણાય છે. જેની વિદેશમાં 6 કરોડ ટિકિટ વેચાઈ. પરંતુ આ બધા જ રેકોર્ડને એક ઝટકે ધૂળ ચટાડનારી ફિલ્મ છે જે 54 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી.   

એકમાત્ર ફિલ્મ

4/5
image

આ ફિલ્મની વિદેશમાં એટલી બધી ટિકિટો વેચાઈ હતી કે તમે વિચારી પણ નહીં શકો. આ ફિલ્મ જિતેન્દ્ર અને આશા પારેખની હતી જેનું નામ છે 'કારવા'. આ ફિલ્મ  ભારતમાં 1971માં રિલીઝ થઈ હતી. પરંતુ ચીનમાં આ ફિલ્મ 8 વર્ષ બાદ રિલીઝ કરાઈ હતી. તે સમયે ચીનમાં તેની 8.8 કરોડ ટિકિટ વેચાઈ હતી. 

30 કરોડ ટિકિટ વેચાઈ

5/5
image

ત્યારબાદ આ ફિલ્મ વિદેશમાં સૌથી વધુ કમાણી કરનારી  ફિલ્મ બની ગઈ. પરંતુ તેની દિવાનગી એટલી બધી હતી કે તેને વારંવાર ત્યાં રિલીઝ કરાઈ. આથી આ ફિલ્મની કુલ 30 કરોડ ટિકિટ વેચાઈ હતી. તેણે શોલે ફિલ્મના 3 કરોડ ટિકિટ વેચાણનો રેકોર્ડ તોડ્યો અને એ રેકોર્ડ બનાવી દીધો કે જેને હજુ સુધી કોઈ તોડી શક્યું નથી.