જીવન ધૂળધાણી કરી નાખે એવો ભયંકર યોગ આજે બન્યો, પરંતુ 3 રાશિવાળા ભોગવશે રાજા-મહારાજા જેવું સુખ, બંપર લાભ થશે!
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બુધ અને મંગળને નવગ્રહમાં ખુબ સારા સ્થાને ગણાય છે. જ્યાં બુધ ગ્રહોના રાજકુમાર ગણાય છે જે તર્ક વિતર્ક, વેપાર, બુદ્ધિ, શિક્ષણ વગેરેના કારક ગ્રહ ગણાય છે ત્યાં બીજી બાજુ મંગળ ગ્રહોના સેનાપતિ ગણાય છે અને સાહસ, આત્મવિશ્વાસ, પરાક્રમ, ઉર્જા, ભૂમિ, વગેરેના કારક ગ્રહ ગણાય છે. આવામાં બંને ગ્રહોની સ્થિતિમા ફેરફારની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે ચોક્કસપણે પડે છે. બુધ અને મંગળ 8 જાન્યુઆરી એટલે કે આજે સવારે 5.55 કલાકે એક બીજાથી 150 ડિગ્રી પર હતા જેના કારણે ષડાષ્ટક નામના રાજયોગનું નિર્માણ થયું. ષડાષ્ટક યોગ બનવાથી કેટલાક રાશિના જાતકોને તેનો લાભ મળશે તો કેટલાક લોકોએ સાવધાન રહેવાની પણ જરૂર પડે છે.
ષડાષ્ટક યોગ
જ્યોતિષ શાસ્ત્રમાં ષડાષ્ટક યોગને પણ ખુબ અશુભ માનવામાં આવે છે. આ યોગના બનવાથી જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમને આ અશુભ યોગ છતાં ફાયદો થઈ શકે છે. જાણો ષડાષ્ટક યોગ બનવાથી કઈ રાશિઓને મળી શકે છે લાભ. ખાસ જાણો તે લકી રાશિઓ વિશે....
કન્યા રાશિ
મંગળ-બુધનો ષડાષ્ટક યોગ કન્યા રાશિના જાતકો માટે ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોના જીવનમાં સુખ સુવિધાઓમાં ઝડપથી વધારો થશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. કરિયરના ક્ષેત્રમાં તમને ખુબ લાભ થઈ શકે છે. નોકરીમાં લાભ થવાના યોગ છે. આ સાથે જ તમારી મહેનત અને લગન જોઈને તમને અનેક નવી તકો મળી શકે છે. વેપારમાં તમને ઘણો લાભ થઈ શકે છે. પોતાના વેપારમાં લાભ મળવાના અનેક યોગ છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. જો કે બચત કરવામાં સફળતા મળશે નહીં. લવ લાઈફ સારી રહેશે. પાર્ટનર સાથે સારો સમય પસાર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઈમ્યુનિટી મજબૂત થશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને અપ્રત્યાશિત ધનલાભ થઈ શકે છે. આ સાથે જ આ સમયગાળામાં તમને સરળતાથી લોન મળી શકે છે. કરિયરની વાત કરીએ તો અનેક લાંબા અંતરનો પ્રવાસ કરી શકો છો. પરંતુ તેનાથી તમને સારો એવો લાભ થાય તેવા યોગ બનતા નથી. વેપારીની વાત કરીએ તો તેમાં લાંબા અંતરનો પ્રવાસ તમને ફાયદો કરાવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
કુંભ રાશિ
બુધ અને મંગળે બનાવેલો ષડાષ્ટક યોગ કુંભ રાશિના જાતકોને ફાયદો કરાવી શકે છે. સટ્ટાબાજી અને અન્ય સ્ત્રોતોના માધ્યમથી ઘણો લાભ થઈ શકે છે. સંતાન તરફથી ટેન્શન ઘટી શકે છે. દરેક પગલે તમને સંતાનનો સાથ મળશે. કરિયરના ક્ષેત્રે પણ તમને ખુબ લાભ થઈ શકે છે. નવી નોકરીની અનેક તકો મળી શકે છે. આ સાથે જ વેપારમાં પણ લાભ મળવાના યોગ બની રહ્યા છે. ટ્રેડના વેપારના માધ્યમથી પૈસા કમાઈ શકો છો. આર્થિક સ્થિતિની વાત કરીએ તો મંગળ અને બુધની કૃપાથી ખુબ પૈસા કમાવવામાં સફળ થઈ શકો છો.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos