PM મોદીએ કહ્યું કોરોના હજુ ગયો નથી, જાણો ચોથી લહેર અને નવા વેરિઅન્ટ અંગે નિષ્ણાતોએ આપી શું ચેતવણી
છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે..કોરોનાના કેસ વધતાં ચોથી લહેરની શક્યતા તેજ બની ગઈ છે..ભારત સિવાય અન્ય દેશોમાં પણ કોરોના વાયરસે ચિંતા વધારી છે અને દર વખતે કોરોનાના નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે. કોરોનાનું XE વેરિઅન્ટ ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે..
Trending Photos
નવી દિલ્લીઃ છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે..કોરોનાના કેસ વધતાં ચોથી લહેરની શક્યતા તેજ બની ગઈ છે..ભારત સિવાય અન્ય દેશોમાં પણ કોરોના વાયરસે ચિંતા વધારી છે અને દર વખતે કોરોનાના નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે. કોરોનાનું XE વેરિઅન્ટ ઘણા દેશોમાં તબાહી મચાવી રહ્યું છે..
કેમ વધે છે કોરોનાના કેસ-
કોરોના વાયરસના XE વેરિઅન્ટ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે XE વેરિયન્ટ વધુ ચેપી છે, પરંતુ જીવલેણ નથી. ભારતમાં મોટાભાગના લોકોમાં એન્ટિબોડીઝ છે, જેથી XE વેરિઅન્ટની અસર ઓછી છે. જો કે લોકો બેદરકારી પણ દાખવી રહ્યા છે. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન નથી કરતા
આંખ પર અસર-
કોરોના વાયરસના સામાન્ય લક્ષણો તાવ અને ખાંસી-શરદી છે, પરંતુ કેટલાક લક્ષણો એવા પણ છે જે તમારી આંખોમાં જોઈ શકાય છે. કોરોનાના વધતા ચેપથી બચવા માટે લક્ષણો વિશે જાણવું જરૂરી છે.
આંખોમાં દેખાય છે લક્ષણ-
એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીના સંશોધકોને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આંખમાં દુખાવો એ કોરોનાના લક્ષણ હોઈ શકે છે. આંખોમાં ખંજવાળ અને આંખોમાં શુષ્કતા પણ કોરોનાના લક્ષણો સાથે સંબંધિત હોઈ શકે છે.
આંખનું સુકાઈ જવું-
આંખોમાં ખંજવાળ અને આંખોમાં શુષ્કતા પણ કોરોનાના લક્ષણો હોઈ શકે છે. જો આંખોમાં ખંજવાળ કે શુષ્કતા હોય તો તેનું નિદાન કરાવવું જરૂરી છે.
આંખો લાલ થવી-
કોરોનાના સામાન્ય લક્ષણો અંગે WHO કહે છે કે આંખ લાલ થવીએ સંભવિત લક્ષણ હોઈ શકે છે. એક સંશોધનમાં વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે આંસુમાં કોરોના વાયરસ RNA મળી આવ્યો છે. જો તમને આંખોમાં દુખાવો અને આવા અન્ય લક્ષણો દેખાય છે, તો તમારે સાવચેત રહેવું જોઈએ
કોરોનાના સામાન્ય લક્ષણો-
WHOના કહેવા અનુસાર ઉધરસ, થાક અને શરદી કોરોનાવાયરસના સામાન્ય લક્ષણો છે. તાવ, થાક, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો, રાત્રે પરસેવો એ કોરોના ચેપના સંકેતો હોઈ શકે છે. આ સિવાય ગળામાં દુખાવો પણ એક લક્ષણ છે.
કેવી રીતે રાખશો સાવચેતી?
કોરોનાની તપાસ માટે RTPCR ટેસ્ટ બેસ્ટ છે.. જ્યારે પણ તમને લક્ષણો જણાય તો વહેલી તકે ટેસ્ટ કરાવો.. જે તમને શરદીના લક્ષણો દેખાય તો તબીબ તમને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આપે છે, જેથી ચેપને આગળ વધતો અટકાવી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે