Deepika Padukone: દીપિકા પાદુકોણને છે હ્રદય સંબંધિત આ સમસ્યા, શું તમને પણ થાય છે આવું? 

બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણને હાલમાં જ મોડી રાતે ગભરાહટ થવાની સમસ્યા થતા હોસ્પિટલમાં લઈ જવી પડી હતી. જો કે હવે તેના સ્વાસ્થ્યમાં સુધારો છે. પરંતુ આ અગાઉ પણ અભિનેત્રીમાં બેચેની જેવા લક્ષણો જોવા મળ્યા છે. 

Deepika Padukone: દીપિકા પાદુકોણને છે હ્રદય સંબંધિત આ સમસ્યા, શું તમને પણ થાય છે આવું? 

બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણને હાલમાં જ મોડી રાતે ગભરાહટ થવાની સમસ્યા થતા હોસ્પિટલમાં લઈ જવી પડી હતી. જો કે હવે તેના સ્વાસ્થ્યમાં સુધારો છે. પરંતુ આ અગાઉ પણ અભિનેત્રીમાં બેચેની જેવા લક્ષણો જોવા મળ્યા છે. અત્રે જણાવવાનું કે દીપિકાને મુખ્ય સમસ્યા હ્રદયના ધબકારા વધી જવા કે હાર્ટ રેટ વધવાની સમસ્યા છે. ડોક્ટરની ભાષામાં કહીએ તો એરિદમિયા કહે છે. આવામાં લોકોએ આ સમસ્યા વિશે જાણવું જરૂરી છે. આ લેખ પણ તે વિષય પર છે. અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે હાર્ટ રેટ વધવાના કયા કારણ હોઈ શકે છે....

શું છે હાર્ટ એરિદમિયા?
અત્રે જણાવવાનું કે આ સમસ્યા હ્રદય સંલગ્ન છે. જ્યારે કોઈ વ્યક્તિને આ સમસ્યા થાય છે ત્યારે તેના હ્રદયના ધબકારા અચાનક વધી જાય છે કે ઘટી જાય છે. હ્રદયમાં ઈલેક્ટ્રિકલ ઈમ્પલ્સ કેટલાક નિર્ધારિત રસ્તાઓમાંથી પસાર થાય છે. જેનાથી સમગ્ર શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થઈ શકે છે. પરંતુ જ્યારે ઈલેક્ટ્રિકલ ઈમ્પલ્સ યોગ્ય રીતે કામ ન કરે ત્યારે તેનાથી એરિદમિયાની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યા થાય ત્યારે હાર્ટ સ્ટ્રોક કે કાર્ડિયાક અરેસ્ટ જેવી સમસ્યા પણ થઈ શકે છે. 

deepika padukone throwback photo | दीपिका ने अपने बचपन की तस्वीर शेयर की,  हाथों में ट्रॉफी और सर्टिफिकेट के साथ आईं नजर | Hindi News, ग्लैमर/गैजेट्स

હાર્ટ એરિદમિયાન થવાના કારણ
સામાન્ય રીતે હાર્ટ એરિદમિયા ભાવનાત્મક હોવાની સાથે સાથે શારીરિક અને માનસિક રીતે પણ થઈ શકે છે. આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોવાના કારણે, સંક્રમણ કે તાવની સમસ્યા હોવાના કારણે,  કેટલીક દવાઓના સેવનના કારણે, ડિપ્રેશન કે તણાવની સમસ્યા હોવાના કારણે, દારૂ, કેફીન અને તમાકુના સેવનના કારણે આ સમસ્યા ઊભી થઈ શકે છે. કેટલાક લોકો જરૂરિયાત કરતા વધુ કસરત કરે છે કે પછી તેમને હ્રદય સંબંધિત કોઈ જૂની બીમારી થઈ જાય છે, જેના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news