Photo: ધુમ્મસની ચાદરમાં લપેટાયો 'તાજમહેલ', એક સમયે લોકોને લાગ્યું તાજમહેલ ગુમ

Fog Photos: સમગ્ર દેશમાં અત્યંત ઠંડી પડી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. સવારે 7 વાગ્યા પછી પણ દિલ્હીમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. અક્ષરધામથી બારાપુલા સુધીના રાજમાર્ગો ધુમ્મસની ચાદરમાં લપેટાયા હતા. આગ્રાનો તાજમહેલ પણ ધુમ્મસમાં ગાયબ જોવા મળ્યો હતો. જમ્મુમાં તાપમાન સતત ઘટી રહ્યું છે, આજે સવારે અહીં ગાઢ ધુમ્મસ છવાયું હતું. 

1/8
image

સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડી પડી રહી છે. ત્યારે દિલ્હી સહિતના અનેક શહેરોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે આગ્રામાં તાજમહેલ પણ ગાઢ ધુમ્મસમાં છુપાયેલો જોવા મળ્યો હતો.

2/8
image

દિલ્હીમાં સવારે સમયે અક્ષરધામ નજીક અંધારું અને ભારે ધુમ્મસ જોવા મળી રહ્યું હતું. આ ઉપરાંત વિઝિબિલિટી પણ ઓછી હતી, જેના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા મજબૂર બન્યા હતા.

3/8
image

દુનિયાની સાત અજાયબીઓમાંની એક સંગમરમરના પથ્થરોથી બનેલો તાજમહેલ પણ ધુમ્મસની છુપાયેલો જોવા મળ્યો. 

4/8
image

આસામની રાજધાની ગુવાહાટીમાં પણ ભારે ઠંડી પડી રહી છે. ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટી અહીં પણ જોવા મળી હતી.

5/8
image

અયોધ્યા શહેરમાં પણ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી, જેના કારણે રામ મંદિર સ્પષ્ટ દેખાતું નહોતું. 

6/8
image

પંજાબના ભટિંડામાં પણ શીતલહેર વચ્ચે આખું શહેર ધુમ્મસથી ઢંકાયેલું જોવા મળ્યું હતું. 

7/8
image

મધ્યપ્રદેશમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ધટાડો થયો છે.

8/8
image

યુપીમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. અહીં પણ પારો સતત ગગડી રહ્યો છે અને ઠંડીના પવનો ફૂંકાઈ રહ્યા છે.