હાડકાંને નુકસાન પહોંચાડે છે તમારી આ 5 આદતો, જાણો અને ખુદમાં કરો સુધાર

વધતી ઉંમરની સાથે હાડકાં નબળા પડવા લાગે છે, જેનું કારણ તમારી કેટલીક આદતો પણ હોઈ શકે છે. એટલે કે હાડકાંને મજબૂત રાખવા માટે તમારે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. 
 

હાડકાંને નુકસાન પહોંચાડે છે તમારી આ 5 આદતો, જાણો અને ખુદમાં કરો સુધાર

નવી દિલ્હીઃ સામાન્ય રીતે વધતી ઉંમરની સાથે હાડકાં નબળા પડવા લાગે છે. પરંતુ ખરાબ લાઇફસ્ટાઇલ અને સ્ટ્રીટ ફૂડને લીધે સમય પહેલા હાડકાં નબળા થવા લાગે છે. આ કારણે યુવા અને નાના બાળકો પણ હાડકાં સાથે જોડાયેલી બીમારીનો શિકાર થતા હોય છે. લોકો તેને નજરઅંદાજ પણ કરતા હોય છે, પરંતુ આગળ ચાલીને તે ગંભીર સમસ્યા બની જાય છે. તેથી આ સમસ્યાને શરૂઆતી સમયમાં કંટ્રોલ કરી લેવી જોઈએ. તમારી આ આદતો હાડકાંને નુકસાન પહોંચાડી શકે છે. 

હાડકાંને નુકસાન પહોંચાડે છે આ પાંચ આદતો- What habits make your bones weak
1. નમકનું વધુ સેવન
તમે તમારા ભોજનમાં જેટલું નમકનું સેવન વધુ કરો છો, એટલી ઝડપથી તમારા શરીરમાં રહેલી કેલ્શિયમની માત્રા ઓછી થવા લાગે છે. સ્વસ્થ હાડકાં માટે કેલ્શિયમની માત્રા સામાન્ય હોવી જોઈએ. સ્ટ્રીટ ફુડમાં નમકની માત્રા વધુ હોય છે. તમારે નમકનું સેવન બેલેન્સથી કરવું જોઈએ.

2. પ્રોટીનનું વધુ સેવન કરવું
લોકો વિચારે છે કે પ્રોટીનના વધુ સેવનથી શરીર હેલ્ધી રહેશે. પરંતુ તેવું નથી, પ્રોટીનનું વધુ સેવન કરવાથી હાડકાં નબળા પડવા લાગે છે અને દુખાવાની સમસ્યા વધે છે. તેથી પ્રોટીનનું સેવન પણ યોગ્ય માત્રામાં કરવું જોઈએ. 

3. સ્મોકિંગથી પડે છે ખરાબ અસર
સ્મોકિંગ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે, સાથે હાડકાં માટે પણ. તેનાથી હાડકાંમાં ફ્રેક્ચર થવાની સંભાવના વધી જાય છે અને હાડકાંને ખોખલા કરે છે. તેથી તમારે સ્મોકિંગ કરવાથી બચવું જોઈએ. 

4. વજન ઓછુ હોવું
હદથી વધુ ઓછુ વજન હોય તો તે પણ એક સમસ્યા છે. તે હાડકાંને પ્રભાવિત કરે છે. અન્ડરવેટ હોવાની સ્થિતિમાં ઓસ્ટિયોપોરોસિસની સંભાવના વધી જાય છે. તેમાં બોન લોસ થવાની સંભાવના વધી જાય છે અને તમને હાડકાં સાથે જોડાયેલી બીમારીનો ખતરો પણ રહે છે.

5. ફિઝિકલ એક્ટિવિટીની કમી
એક જગ્યાએ બેસીને તમે સતત કામ કરો તો પણ હાડકાં પર અસર પડે છે. તેથી શારીરિક ગતિવિધિઓ કરતી રહેવી જોઈએ. સમય સમય પર ચાલવાનું, લિફ્ટનો ઓછો ઉપયોગ કરવો.. વગેરે એક્ટિવિટી કરવી જોઈએ. તેનાથી તમારા હાડકાંને મજબૂતી મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news