Side Effects Of Curd: ઉનાળામાં તમે પણ રોજ ખાવ છો દહીં ? તો જાણી લો તેનાથી થતા નુકસાન વિશે પણ
Side Effects Of Curd: ગરમીના વાતાવરણમાં દહીંનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે તેવું માનવામાં આવે છે પરંતુ જરૂર કરતાં વધારે દહીંનું સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે. તેમાં પણ જો પહેલાથી જ શરીરમાં આ 5 સમસ્યા હોય તો દહીં ખાવાથી નુકસાન થાય છે.
Trending Photos
Side Effects Of Curd: ગરમીની શરૂઆત થાય એટલે ભોજનમાં દહીં ખાવાની સલાહ મોટાભાગે આપવામાં આવે છે. દહીંની તાસિર ઠંડી હોય છે, દહીં ખાવાથી ગરમીથી બચવામાં પણ મદદ મળે છે. દહીં ખાવાથી પાચન, ગટહેલ્થ અને ઇમ્યુનિટીને ફાયદો થાય છે. પરંતુ ઉનાળામાં પણ કેટલાક લોકો દહીં ખાય તો તેમની તકલીફ વધી શકે છે.
દહીં એ હેલ્ધી ડેરી પ્રોડક્ટ છે પરંતુ જો તમે વધારે પ્રમાણમાં તેનું સેવન કરો છો તો તેનાથી આડઅસરો પણ થાય છે. ગરમીના વાતાવરણમાં દહીંનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે તેવું માનવામાં આવે છે પરંતુ જરૂર કરતાં વધારે દહીંનું સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે. તેમાં પણ જો પહેલાથી જ શરીરમાં આ 5 સમસ્યા હોય તો દહીં ખાવાથી નુકસાન થાય છે. તો ચાલો તમને જણાવીએ દહીં ખાવાથી થતા નુકસાન વિશે.
દહીંથી થતા નુકસાન
- દહીમાં કેલરીની સાથે ફેટ પણ હોય છે. જેના કારણે દહીં વજન વધવાનું કારણ બની શકે છે. જો તમારું વજન પહેલાથી જ વધારે છે તો નિયમિત રીતે દહીં ખાવું તમારા વજનને વધારી શકે છે. જો તમે વજન ઘટાડવા માટે ડાયટ ફોલો કરો છો તો લો ફેટ દહીંનું જ સેવન કરવું.
- દહીમાં લેક્ટોઝ હોય છે. જે લોકોને લેક્ટોઝ ઈન્ટોલરન્સ હોય તેવા લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી જો આ સમસ્યા હોય તો દહીં ખાવાથી બચવું જોઈએ. આ તકલીફમાં દહીં ખાવાથી તબિયત બગડી શકે છે.
- દહીમાં કેલ્શિયમ વધારે હોય છે. જે લોકોને કિડની સંબંધિત કોઈપણ સમસ્યા હોય તેમની સમસ્યાને દહીંમાં રહેલું કેલ્શિયમ નુકસાન કરી શકે છે. તેથી જો તમને કિડની સંબંધિત સમસ્યાઓ હોય તો ભૂલથી પણ હાઈ લેવલ કેલ્શિયમથી ભરપૂર દહીં ખાવું નહીં.
- રિસર્ચમાં સામે આવ્યું છે કે દહીંનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી મસ્તિષ્કની કાર્યપ્રણાલી પર પણ અસર થાય છે. તેથી જો નિયમિત દહી ખાવું હોય તો મર્યાદિત માત્રામાં જ તેનું સેવન કરવું.
- દહીંની તાસિર ઠંડી હોય છે. તેથી જે લોકોને શરદી, ઉધરસ કે અસ્થમા હોય તેમણે દહીં ખાવાનું ટાળવું જોઈએ. દહીં ખાવાથી શરદી, ઉધરસ થઈ શકે છે જે અસ્થમાના રોગી માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે