Skin Care: એનિમલ ફિલ્મની ભાભી 2 તૃપ્તિ ડિમરી ફોલો કરે છે આ સ્કીન કેર રુટીન, મેકઅપ વિના પણ લાગે સુંદર
Skin Care: આ સિવાય સુંદર અને બેદાગ ત્વચા માટે તૃપ્તિ ડીમરી એક સરળ બ્યુટી હેક અજમાવે છે. આ બ્યુટી હેક તેના માટે ખૂબ જ કામ કરે છે. તૃપ્તિ ડિમરી જણાવે છે કે તે ચહેરાની સુંદરતા માટે આઈસ ક્યુબનો ઉપયોગ પણ કરે છે.
Trending Photos
Skin Care: એનિમલ અને બુલબુલ જેવી ફિલ્મથી રાતોરાત નેશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ ડીમરીના અભિનય અને તેની સુંદરતા પાછળ લોકો પાગલ છે. તૃપ્તિ ડિમરી મેકઅપ સાથે જ નહીં પરંતુ મેકઅપ વિના પણ ખુબ જ સુંદર દેખાય છે. કારણકે તેની સ્કિન કુદરતી રીતે જ ગ્લો કરે છે. તૃપ્તિ ડિમરી ત્વચાની સુંદરતા માટે એક ખાસ સ્કીન કેર રૂટીન ફોલો કરે છે. તે દિવસની શરૂઆતથી જ કેટલીક સરળ એવી ટિપ્સ ફોલો કરે છે જેના કારણે ત્વચાને ફાયદો થાય છે. આજે તમને પણ નેશનલ ક્રશ બનેલી તૃપ્તિ ડિમરીની ત્વચાની સુંદરતાનું રહસ્ય જણાવી દઈએ.
તૃપ્તિ ડિમરી સ્કિન કેર રૂટિનમાં ચાર સ્ટેપ ફોલો કરે છે. સૌથી પહેલા તે જેન્ટલ ક્લિનઝરથી પોતાનો ચહેરો સાફ કરે છે. આ સિવાય તે ધ્યાન રાખે છે કે તે એવી કોઈ વસ્તુનો ઉપયોગ ત્વચા પર ન કરે જેમાં હાર્ડ કેમિકલનો ઉપયોગ થયો હોય. તેની સ્કીન સેન્સિટીવ છે અને કેમિકલ થી આડઅસર થઈ શકે છે.
ત્વચા પર કુદરતી ગ્લો વધારવા માટે વિટામીન સી સીરમ યુઝ કરે છે. આ સીરમથી ત્વચા પર નેચરલ ગ્લો આવે છે. ત્યાર પછીના સ્ટેપમાં તૃપ્તિ ચહેરા પર મોઈશ્ચુરાઈઝર લગાડે છે. અને પછી તે સનસ્ક્રીન લગાડીને પોતાના સ્કીન કેર રુટીનને પૂર્ણ કરે છે. આ ચાર સ્ટેપને તે રોજ ફોલો કરે છે તેના કારણે તેની ત્વચા હેલ્ધી અને સુંદર દેખાય છે.
આ સિવાય સુંદર અને બેદાગ ત્વચા માટે તૃપ્તિ ડીમરી એક સરળ બ્યુટી હેક અજમાવે છે. આ બ્યુટી હેક તેના માટે ખૂબ જ કામ કરે છે. તૃપ્તિ ડિમરી જણાવે છે કે તે ચહેરાની સુંદરતા માટે આઈસ ક્યુબનો ઉપયોગ પણ કરે છે. તે પોતાના ચહેરા પર બરફના ટુકડાથી માલિશ કરે છે. તેનાથી ત્વચા પર તાજગી દેખાય છે અને સ્કીન ટાઇટનિંગ ઇફેક્ટ મળે છે. બરફથી માલિશ કરવાથી કરચલીઓની સમસ્યા રહેતી નથી અને ચહેરા પર બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે.
તૃપ્તિ ડિમરી બરફના ટુકડાથી ચહેરા પર મસાજ કરવાનું કામ રોજ કરે છે. આ સિવાય તૃપ્તિ હંમેશા ધ્યાન રાખે છે કે ત્વચામાં હાઇડ્રેશન જળવાઈ રહે. બસ આ સરળ રૂટીનને ફોલો કરીને તૃપ્તિ ડિમરી સ્કિનની સુંદરતાને જાળવી રાખે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે