₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
Nisus Finance SME IPO: Nisus Finance Services IPOની પ્રાઇસ બેન્ડ 170-180 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટની વાત કરીએ તો IPOનું પ્રીમિયમ 50 રૂપિયા છે.
Trending Photos
Nisus Finance SME IPO: આઈપીઓ માર્કેટમાં વધુ એક કંપનીના આઈપીઓની એન્ટ્રી થવાની છે. આ કંપનીનું નામ નિસસ ફાઈનાન્સ સર્વિસિઝ છે. 4 ડિસેમ્બરે ઓપન થઈ રહેલાં આ આઈપીઓને ગ્રે માર્કેટમાં જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. મહત્વનું છે કે આઈપીઓ 6 ડિસેમ્બરે બંધ થશે.
શું છે પ્રાઇસ બેન્ડ
Nisus Finance Services IPOની પ્રાઇસ બેન્ડ 170-180 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટની વાત કરીએ તો IPOનું પ્રીમિયમ 50 રૂપિયા છે. આ સંદર્ભમાં IPOનું લિસ્ટિંગ રૂ. 230માં થઈ શકે છે. આ ઇશ્યૂ કિંમત કરતાં લગભગ 28% નું પ્રીમિયમ દર્શાવે છે.
આઈપીઓની વિગત
નિસસ ફાઈનાન્સ સર્વિસિઝનો ઈરાદો ફ્રેશ ઈશ્યુના માધ્યમથી 101.6 કરોડ રૂપિયા અને 7 લાખ શેરના વેચાણથી 12.6 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે. પ્રમોટર અમિત અનિલ ગોયનકા ઓફર-ફોર સેલ હેઠળ પોતાના શેરનું વેચાણ કરશે. આઈપીઓના એક લોટમાં 800 શેર છે. એક લોટ માટે ઈન્વેસ્ટરે 1,44,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. મહત્વનું છે કે આ ડિસેમ્બરમાં એસએમઈ સેગમેન્ટનો પ્રથમ આઈપીઓ હશે અને કેલેન્ડર વર્ષમાં 100 કરોડ રૂપિયાથી વધુની સાઇઝનો 11મો આઈપીઓ છે.
કંપની વિશે
અમિત ગોએન્કા અને તેમની પત્ની મૃદુલા ગોએન્કા દ્વારા પ્રમોટ કરાયેલ, કંપની રિયલ એસ્ટેટ અને શહેરી ઇન્ફ્રા અને એસેટ મેનેજમેન્ટ પ્રદાન કરે છે. તેની પાસે NBFC પેટાકંપની, નિસસ ફિનકોર્પ પણ છે. મુંબઈ સ્થિત કંપની IPOની આવકનો ઉપયોગ IFSC-ગિફ્ટ સિટી (ગાંધીનગર), DIFC-દુબઈ (UAE) અને FSC-મોરેશિયસ ખાતે ફંડ સેટઅપ, વધારાના લાઇસન્સ, સુવિધા વ્યવસ્થાપન સેવાઓ અને ફંડ મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે કરશે. બાકીની રકમનો ઉપયોગ Nisus Fincorp અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે મૂડી આધાર વધારવા માટે કરવામાં આવશે. તમને
તમને જણાવી દઈએ કે ઈન્વેસ્ટરો 11 ડિસેમ્બરથી બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર નિસસના શેરમાં ટ્રેડિંગ શરૂ કરી શકે છે. તો બીલાઇન કેપિટલ એડવાઇટર્સ આ ઈશ્યુ માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે