Cybercrime News

મોહન ભાગવતના નામે બનાવાયું નવું બંધારણ, RSSએ કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને તેના વડા મોહન ભાગવતને બદનામ કરવાનાં ઇરાદે નાગપુર સ્થિત સંઘ મુખ્યમથક તેમજ મોહન ભાગવતની તસ્વીરોનો ઉપયોગ કરીને નવું બંધારણ બનવાં જઇ રહ્યું છે. જેમાં નારીને ભગવાને માત્ર સંતાનોત્પત્તી માટે જ બનાવી હોવાનો અને તેનાં અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર સીમિત કરવામાં આવી રહ્યા છે. બ્રાહ્મણ સમાજ સિવાયનાં વર્ગોનાં લોકો સિવાયનાં તમામ લોકો હલકી કક્ષાનાં છે, તેવું જણાવવાનો પ્રયાસ કરતી એક PDF ફાઇલ ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર ફરતી થઇ છે. આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ મુદ્દે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.
Jan 18,2020, 11:35 AM IST

Trending news