આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
Life Extension Pills: અમર થવાની ટેક્નોલોજી આવનારા દાયકાઓમાં સમાજ સંપૂર્ણપણે બદલી શકે છે. પરંતુ સવાલ એ છે કે આ ટેક્નોલોજી દરેક માટે હશે કે પછી માત્ર પસંદગીના વર્ગને જ તેનો લાભ મળશે? વૈજ્ઞાનિકો અને સામાજિક કાર્યકરો વચ્ચે આ અંગેની ચર્ચા થઈ રહી છે.
Trending Photos
Immortality Drug: એવું લાગે છે કે હવે સમય આવી ગયો છે જ્યારે વિજ્ઞાન ભગવાનને પાછળ છોડવાનો છેલ્લી ચાલ ચાલવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક તરફ અપાર ધન લોકોની ઈચ્છાઓને વધારી રહ્યું છે અને બીજી તરફ લોકો અમર બનવાના સપના જોઈ રહ્યા છે. કોઈપણ રીતે માનવી સદીઓથી અમર થવાના સપના જોતો આવ્યો છે. અને હવે આ સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવાના પ્રયાસો તેજ થયા છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ વિશ્વના કેટલાક સૌથી ધનિક લોકો દવાઓ અને તકનીકોમાં ભારે રોકાણ કરી રહ્યા છે જે જીવનને લંબાવી શકે અથવા અમરત્વ આપી શકે. એવું માનવામાં આવે છે કે તે દવા ચોક્કસપણે આવશે.
બેઝોસ.. ઓલ્ટમેન સુધી કરી રહ્યા રોકાણ
રિપોર્ટ્સ અનુસાર મોટી કંપનીઓના માલિકો આ સેક્ટરમાં જંગી મૂડી રોકાણ કરી રહ્યા છે. એમેઝોનના સીઈઓ જેફ બેઝોસે પોતાની કંપની Altos Labsમાં $3 બિલિયનનું રોકાણ કર્યું છે. તેને અત્યાર સુધીની સૌથી મોટી બાયોટેક કંપની માનવામાં આવે છે, જે બાયોલોજિકલ રીપ્રોગ્રામિંગ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. આવી રીતે PayPal સહ-સ્થાપક પીટર થિલે Methuselah Foundationમાં રોકાણ કર્યું છે, જે ઉંમર વધવાની અને બીમારીઓને રોકવા પર કામ કરી રહ્યું છે. ChatGPTના નિર્માતા સેમ ઓલ્ટમેને પણ Retro BioScienceમાં $180 મિલિયનનું રોકાણ કર્યું છે.
લેબમાં જવાન થઈ રહી કોષ
આ ટેકનિકમાં કોષોને ફરીથી જવાન બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં લંડનની ઈમ્પીરીયલ કોલેજ અને સિંગાપોરની ડ્યુક-એનયુએસ મેડિકલ સ્કૂલે એક એવી દવા વિકસાવી છે જેનાથી લેબમાં ઉંદરોની ઉંમરમાં 25% સુધીનો વધારો કર્યો છે. જો તે મનુષ્યો પર પણ કામ કરે છે, તો તે ઇતિહાસની સૌથી મોટી મેડિકલ સફળતા હશે.
અમરત્વ: માત્ર અમીરોની રમત?
પરંતુ આ સપના સાથે મોટા વિવાદો જોડાયેલા છે. SmartWater Groupના સ્થાપક ફિલ ક્લેરીએ ચેતવણી આપી છે કે જો આ ટેક્નોલોજી માત્ર અમીરો સુધી જ મર્યાદિત રહેશે તો સમાજમાં અસમાનતા વધુ વધશે. તેમણે કહ્યું કે, આ દવાથી માત્ર "પૉશ, પ્રિવિલેજ્ડ ઝોમ્બી" એટલે કે વિશ્વના અમીર લોકો અમર બની શકશે.
સમાજ પર અસર
ફિલ ક્લેરી કહ્યું કે, અમરત્વની શોધ પાછળ અરબપતિઓ તેમના જીવનને લંબાવવાનો સ્વાર્થ જોઈ રહ્યા છે. તેમણે સલાહ આપી કે. આ અરબપતિઓ પોતાની સંપત્તિનો ઉપયોગ 5 મિલિયન બાળકોને બચાવવા માટે કરે, જે દર વર્ષે ભૂખ અને સારવારના અભાવને કારણે મૃત્યુ પામે છે. તેમનું માનવું છે કે, આ દવા સમાજમાં વધુ અન્યાય અને અસમાનતાને જન્મ આપશે.
શું અમરત્વ સમાજને બદલી નાખશે?
અમરત્વની ટેક્નોલોજી આવનારા દાયકાઓમાં સમાજને સંપૂર્ણપણે બદલી શકે છે. પરંતુ સવાલ એ છે કે, આ ટેક્નોલોજી દરેક માટે હશે કે પછી માત્ર પસંદગીના વર્ગને જ તેનો લાભ મળશે? વૈજ્ઞાનિકો અને સામાજિક કાર્યકરો વચ્ચે આ અંગેની ચર્ચા થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે