આ દેશમાં તમને થશે પૈસાદારનો અહેસાસ, ભારતનો 1 રૂપિયાનો સિક્કો બની જાય છે 500ની નોટ
Country where Indian Currency stronger: આજે અમે તમને તે દેશ વિશે જણાવીએ છીએ જ્યાં રૂપિયો હુંકાર ભરે છે. આ દેશમાં જો તમે 100 રૂપિયાની નોટ લઈને જશો તો થેલો ભરી સામાન લઈ આવશો.
ભારતીય રૂપિયાની તાકાત
indian Rupees Value: ખુબ મોંઘવારી છે, ઘર ચલાવવા માટે પગાર ઓછો પડી જાય છે. પૈસાની કિંમત રહી નથી. આવી તમામ વાતો તમે હંમેશા સાંભળતા હશો. 100 રૂપિયા લઈને બજારમાં નિકળો તો તુરંત ખિસ્સા ખાલી થઈ જાય છે. અમેરિકાના ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે, પરંતુ આજે અમે તમને તે દેશો વિશે જણાવીએ છીએ જ્યાં રૂપિયો હુંકાર ભરે છે. આ દેશમાં જો તમે 100 રૂપિયા લઈને જશો તો થેલો ભરી સામાન લઈ આવશો.
ભારતનો 1 રૂપિયો બની જાય છે 300.41 ડોંગ
વિયતનામ એક એવો દેશ છે, જ્યાં ભારતનો 1 રૂપિયો 300.41 ડોંગ એટલે કે વિયતનામી કરન્સી બની જાય છે. જો તને વિયતનામ ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો ઓછા બજેટમાં આ દેશની ટુર કરી શકો છો.
1 રૂપિયો બની જાય છે 500 ઈરાની રિયાલ
રૂપિયાની તાકાત જોવી હોય તો ઈરાનમાં જુઓ. આ દેશમાં તમારી એક રૂપિયાની નોટ 497.94 ઈરાની રિયાલ બની જાય છે. એટલે કે જો તમારા ખિસ્સામાં 100 રૂપિયાની નોટ છે તો ઈરાનમાં તેની વેલ્યુ 49791.51 ઈરાની રિયાલ થઈ જશે. એટલે કે તમે મનભરીને ખરીદી કરી શકો છો.
1 રૂપિયાના બદલામાં 260.51 લાઓ કીપ
લાઓસ દક્ષિણપૂર્વ એશિયાનો એક દેશ છે, જે તેના કુદરતી સંસાધનો, કુદરતી સૌંદર્ય, ગાઢ જંગલો અને ખુલ્લા વાદળી આકાશ માટે પ્રખ્યાત છે. આ દેશમાં ભારતીય રૂપિયો ખૂબ જ શક્તિશાળી છે. આ દેશમાં, 1 ભારતીય રૂપિયો 260.51 લાઓ કિપમાં રૂપાંતરિત થાય છે.
1 ભારતીય રૂપિયો 187 ઇન્ડોનેશિયન રૂપિયો
કુદરતની સુંદરતા, દ્વીપસમૂહ, 17,000 થી વધુ ટાપુઓ સાથે, વિશ્વમાં સૌથી અદભૂત છે. જો તમે અહીં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે વધારે બજેટની જરૂર નથી. અહીં 1 ભારતીય રૂપિયો 187.32 ઇન્ડોનેશિયન રૂપિયામાં રૂપાંતરિત થાય છે.
આ દેશોમાં ભારતીય રૂપિયાની મજબૂતાઈ દેખાઈ રહી છે
શ્રીલંકામાં, એક રૂપિયો 3.47 શ્રીલંકાના રૂપિયામાં બદલાય છે. તેવી જ રીતે, દક્ષિણ કોરિયામાં, એક ભારતીય રૂપિયો 16.69 દક્ષિણ કોરિયન વોનમાં રૂપાંતરિત થાય છે. હંગેરીમાં એક રૂપિયામાં 4.69 હંગેરિયન ફોરિન્ટ્સ મળે છે, જ્યારે કંબોડિયામાં એક રૂપિયામાં 48.03 કંબોડિયન રિલ્સ મળે છે.
Trending Photos