આ 10 સમસ્યાઓમાંથી છુટકારો મેળવવો છે, તો આ વસ્તુનું 7 દિવસ સેવન કરો

ફણગાવેલા ઘઉંની રોટલી તમારા માટે ખૂબ ફાયદાકારક છે. ફણગાવેલા ઘઉંમાથી તમને વિટામીન્સ અને પોષક તત્વો મળે છે. ફણગાવેલું અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.  ફણગાવેલા ઘઉંમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. શરીરની ઉર્વરક ક્ષમતા વધારવા માટે વિટામિન ઇ એક આવશ્યક પોષક તત્વ છે. જે લોકોને દરેક સમયે પાચન સંબંધી સમસ્યા રહે છે એમના માટે અંકુરિત ઘઉં ફાયદાકારક છે.

આ 10 સમસ્યાઓમાંથી છુટકારો મેળવવો છે, તો આ વસ્તુનું 7 દિવસ સેવન કરો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઘઉંના લોટથી બનતી રોટલી તો પૌષ્ટિક ખોરાક જ છે પરંતુ ફણગાવેલા ઘઉંની રોટલી ખાશો તો વજન ઉતારવા સહિત 10 બિમારીથી છુટકારો મળશે.ફકત ૭ દિવસ સુધી ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને. આપણા શરીર માં પ્રવર્તતા ઝેરી જીવાણુઓ તથા અન્ય દૂષિત તત્વો નો નાશ થાય છે. ફણગાવેલા ઘઉં નું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે.

No description available.

વજન ઘટાડવા
જંકફૂડ ખાઈને વધતું વજન ઘટાડવું ખૂબ જરૂરી બની જાય છે. જો તમે વજન ઓછુ કરવા માગો છો તો ફણગાવેલા ઘઉં ખાવાના શરૂ કરી દો. ફણગાવેલા ઘઉંમાં પૂરતી માત્રામાં ફાયબર હોય છે અને તેનાથી સારી એવી ઉર્જા પણ મળે છે. જેના કારણે વધારે ખોરાક લેવાની જરૂર નથી પડતી.

ડાયાબીટીસ માટે ઉત્તમ
ફણગાવેલા ઘઉં ડાયાબીટીસ ના દર્દી માટે ખુબ જ ઉપયોગી છે. ફણગાવેલા ઘઉંમાં ફાયબર પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે. જે ભોજન કર્યા બાદ ગ્લુકોઝ ની પ્રક્રિયાને કામ કરવામાં મદદરૂપ છે. એટલે જો તમે ડાયાબીટીસ ની સમસ્યા થી પીડાતા હોય તો તમારા રોજીંદા આહાર માં ફણગાવેલા ઘઉં નું સેવન કરો.

કબજિયાત દૂર થશે
બેઠાડું જીવન અને પાચનશક્તિ ઓછી હોવાને કારણે કબજિયાત ઘર કરી જાય છે.. કબજિયાત સામાન્ય રીતે ફાઈબરની ઉણપ ના કારણે થઇ શકે છે. અને ફણગાવેલા ઘઉંમાં ફાઈબર ભરપૂર પ્રમાણ માં હોય છે. જેથી ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી કબજીયાત ની સમસ્યા દૂર થાય છે.

 રોગપ્રતિકારક શક્તિ વધશે
ફણગાવેલા ઘઉંનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ફણગાવેલા ઘઉં નું સેવન કરવાથી શરીરમાં પ્રવર્તતા ઝેરી જીવાણુઓ તથા અન્ય દૂષિત પદાર્થો નો નાશ થાય છે. ફણગાવેલા ઘઉંના દાણાને ચાવીને ખાવાથી શરીરની કોશિકાઓ શુદ્ધ રહે છે.
 
હૃદયરોગમાં ફાયદાકારક
ફણગાવેલા ઘઉંનું રોજ સેવન કરવાથી હૃદયરોગથી પીડાથી રાહત મળે છે. ડોકટરો પણ હૃદય ને સ્વસ્થ રાખવા માટે ઘઉંનું સેવન કરવાની સલાહ આપે છે. ફણગાવેલા ઘઉંમાં પુષ્કળ પ્રમાણ માં ન્યુટ્રીશન્સનો સમાવેશ થાય છે.

કેવી રીતે ઘઉંને અંકુરિત કરશો
ઘઉંને બરાબર સાફ કરીને ૧૦-૧૨ કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળી રાખો. પછી ઘઉંને એક સ્વચ્છ સુતરાઉ કપડામાં બાંધીને એક ડબ્બામાં મૂકો. જ્યારે અંકુરિત થવા લાગે ત્યારે તેનું સેવન કરી લો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news