Heart Attack: હાર્ટ ફેઈલ થતા પહેલા શરીરમાં અનુભવાય છે આ 7 સમસ્યા, સમયસર સમજી લેવાથી બચી શકે છે જીવ

Heart Failure Symptoms: જો સમય રહેતા કોઈ વ્યક્તિ હાર્ટ એટેકના લક્ષણોને સમજી શકે તો જીવ બચી પણ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે હાર્ટ ફેલ થતાં પહેલાં શરીરમાં કેટલાક સંકેતો જોવા મળે છે જો આ સંકેતને સમજી લેવામાં આવે તો હાર્ટ ફિલીયરથી બચી શકાય છે.

Heart Attack: હાર્ટ ફેઈલ થતા પહેલા શરીરમાં અનુભવાય છે આ 7 સમસ્યા, સમયસર સમજી લેવાથી બચી શકે છે જીવ

Heart Failure Symptoms: છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. હાર્ટ એટેકના કારણે અનેક યુવાનો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે વધારે વજન, ડાયાબિટીસ, ઊંઘનો અભાવ, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાના કારણે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. યુવાનોમાં હાર્ટ ફેલિયર એક ગંભીર સમસ્યા બનતી જાય છે. જેમાં હાર્ટ અચાનક જ કામ કરવાનું બંધ કરી દે છે જેના કારણે તે સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે છે.

પરંતુ જો સમય રહેતા કોઈ વ્યક્તિ હાર્ટ એટેકના લક્ષણોને સમજી શકે તો જીવ બચી પણ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે હાર્ટ ફેલ થતાં પહેલાં શરીરમાં કેટલાક સંકેતો જોવા મળે છે જો આ સંકેતને સમજી લેવામાં આવે તો હાર્ટ ફિલીયરથી બચી શકાય છે.

હાર્ટ બંધ થતા પહેલા જોવા મળતા સંકેત

આ પણ વાંચો:

ધબકારા વધી જવા

હાર્ટ ફિલીયર પહેલા હૃદય જોર જોરથી ધડકવા લાગે છે. એટલે કે ધબકારા અચાનક વધી જાય છે. આ સ્થિતિને ક્યારેય ઇગ્નોર કરવી નહીં. સમય રહેતા જ સારવાર શરૂ કરી લેવી.

શ્વાસ લેવામાં સમસ્યા

હાર્ટ ફેલ થતા પહેલા શ્વાસ સંબંધિત સમસ્યા થાય છે. જ્યારે શરીરમાં હૃદય સારી રીતે કામ કરતું નથી તો વ્યક્તિને શ્વાસ લેવામાં સમસ્યા થવા લાગે છે.

ગભરામણ થવી

જ્યારે હૃદય બંધ પડવા લાગે છે તો અચાનક ઉધરસ આવે છે અને ગભરામણ થવા લાગે છે. ઘણી વખત ઉધરસમાં સફેદ કે લાલ કફ જેવું પણ નીકળે છે. 

ઉલટી જેવો અનુભવ

હૃદય બંધ થતા પહેલા ઉલટી જેવું અનુભવ થાય છે. આ સ્થિતિમાં ભૂખ પણ લાગતી નથી જો આવો અનુભવ થાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.

આ પણ વાંચો:

શરીરમાં સોજા

જો શરીરમાં અચાનક સોજા દેખાવા લાગે અથવા તો શરીર ભારે લાગે તો સમજી લેવું કે હાર્ટમાં કોઈ સમસ્યા છે. મોટાભાગે હાર્ટ ફેલ થતા પહેલા પગમાં સોજા દેખાય છે.

મગજ ભ્રમિત થવો

જ્યારે હૃદય બંધ થવા લાગે છે તો રક્તસંચાર અટકી જાય છે જેના કારણે મગજને રક્ત પહોંચતું નથી આવી સ્થિતિમાં ભ્રમ જેવો અનુભવ થાય છે.

થાક લાગવો

જ્યારે હૃદય બ્લડ પંપ કરી શકતું નથી ત્યારે હાથ પગમાં અચાનક નબળાઈ અનુભવાય છે. ઘણી વખત સીડી ચડવા અને ઉતરવામાં પણ થાક લાગે છે. આવી સ્થિતિમાં પણ સતત થઈ જવું જોઈએ અને ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news