થોડી ક્ષણોમાં શરૂ થશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેદાન-એ-જંગ : સ્ટેડિયમની બહાર ઉત્સાહ જોવા જેવો બન્યો
India Vs Pakistan : ભારત અને પાકિસ્તાનની મેચ જોવા માટે VVIPનો જમાવડો..ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, અભિનેત્રી અનુષ્કા શર્મા, ગાયક અરિજીત સિંગ આવ્યા અમદાવાદ...કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ નિહાળશે મેચ...
Trending Photos
World Cup 2023 : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો શરૂ થવામાં થોડી ક્ષણોની વાર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 કલાકે બંને ટીમ વચ્ચે કાંટે કી ટક્કર થશે . જેના માટે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાની શરૂઆત થઈ ચુકી છે. આ બ્લોકબસ્ટર મેચમાં ભારતની કેપ્ટનશીપ રોહિત શર્મા કરશે. તો બાબર આઝમના ખભા પર પાકિસ્તાન ટીમનો દારોમદાર રહેશે.. ભારત અને પાકિસ્તાને વર્લ્ડ કપ 2023ની શરૂઆતની બંને મેચમાં જીત હાંસલ કરી છે. એવામાં બંને ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. આજે IND vs PAK વચ્ચે કાંટે કી ટક્કર થવાની છે, ત્યારે સચિન, અનુષ્કાથી લઇને અનેક હસ્તીઓ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા પહોંચી છે. આજે લગભગ 200 જેટલા VIP અમદાવાદના સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચને નિહાળશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી જોવા મળી. યુવતીઓ ચણીયાચોળી સાથે મેચ નિહાળવા આવી પહોંચી છે. તો વર્લ્ડ કપ, તિરંગો અને વિરાટ કોહલીના ટેટૂ દોરાવી યુવતીઓ ગરબે ઘૂમતા જોવા મળી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચમાં વિરાટ કહોલીનો ડુપલીકેટ પણ જોવા મળ્યો. ડુપલીકેટ કહોલીની પણ જબરદસ્ત ફેન ફોલોવીંગ જોવા મળી. લોકોએ તેને ઉચકી લીધો હતો. ડુપલીકેટ કહોલીને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.
ન માત્ર સ્ટેડિયમ, પરંતુ બંને દેશોની ક્રિકેટ ટીમ જ્યા રોકાઈ હતી, તેની બહાર પણ લોકોના ટોળેટોળા જામ્યા હતા. પાકિસ્તાનની ટીમ હોટેલ હયાતથી સ્ટેડિયમ જવા નીકળી તો ‘ઈન્ડિયા... ઇન્ડિયા...’ના નારા લાગ્યા હતા. તો ITC નર્મદા હોટલ બહાર ટીમ ઈન્ડિયાને જોવા ક્રિકેટરસિકો ઊમટ્યા હતા. લોકો અવનવા ડ્રેસિંગ કરીને સ્ટેડિયમ આવી રહ્યાં છે. ભારત-પાકિસ્તાન મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સ્ટેડિયમની બહાર ટીમ ઇન્ડિયાના સમર્થકો ટીમ ઇન્ડિયાની જર્સીમાં અને પોસ્ટર્સ સાથે જોવા મળી રહ્યા છે. ફેન્સના હાથમાં ઝંડા પણ જોવા મળી રહ્યા છે. સાથે જ પોસ્ટર્સ અને ઝંડા પર પોતાના ફેવરિટ ક્રિકેટર્સ માટે ખાસ મેસેજ પણ લખેલા જોવા મળી રહ્યા છે.
10 વાગ્યાથી લોકોને સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરી લોકોને અંદર પ્રવેશવા દેવામાં આવી રહ્યા છે. માત્ર મોબાઈલ, પર્સ, રાષ્ટ્રધ્વજ અને દવા જ સાથે લઈ જવા દેવામાં આવી રહી છે.
ભારતીય ટીમના ચાહકોને આશા છે કે ભારત આ મેચને જીતીને પાકિસ્તાન સામે પોતાના રેકોર્ડને 8-0 કરવા માગશે. કેમ કે વર્લ્ડ કપની છેલ્લી 7 મેચમાં ભારતે પાકિસ્તાન ટીમને પરાજય આપ્યો છે. તેના કારણે પાકિસ્તાન ટીમ પર થોડું વધારે મનોવૈજ્ઞાનિક દબાણ જરૂર હશે. કેપ્ટન રોહિત શર્મા જો આ મેચમાં ટોસ હારશે તો આ ટીમ ઈન્ડિયા માટે લકી સાબિત થઈ શકે છે. કેમ કે હાલના વર્લ્ડ કપમાં અત્યાર સુધી જે 11 મેચ રમાઈ છે. જેમાં ટોસ જીતનારી ટીમને 8 વખત હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે ટોસ જીતવામાં સફળ સાબિત થયો નહતો. પરંતુ ભારતે બંને મેચમાં શાનદાર વિજય મેળવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે