Aam Panna Benefits: ઉનાળામાં લૂ થી બચાવશે આમ પન્ના, જાણો તેનાથી થતાં અન્ય સ્વાસ્થ્ય લાભ વિશે

Aam Panna Benefits: ઉનાળા દરમિયાન આમ પન્ના પીવું સ્વાસ્થ્ય માટે લાભકારક છે. આમ પન્ના એટલે કાચી કેરીમાંથી તૈયાર થતું ખાસ પ્રકારનું શરબત. પરંતુ તેની ખાસ વાત એ છે કે તેનાથી શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ વિટામિન સી પોટેશિયમ જેવા પોષક તત્વો મળે છે. 

Aam Panna Benefits: ઉનાળામાં લૂ થી બચાવશે આમ પન્ના, જાણો તેનાથી થતાં અન્ય સ્વાસ્થ્ય લાભ વિશે

Aam Panna Benefits: ઉનાળો શરૂ થાય એટલે લોકો કેરીને રાહ જોવા લાગે છે. કેરી એવું ફળ છે જે કાચું હોય ત્યારે પણ ભરપૂર ઉપયોગમાં લેવાય છે. કાચી કેરીનો ઉપયોગ અથાણા બનાવવામાં, ચટણી બનાવવામાં અને આમ પન્ના બનાવવામાં સૌથી વધારે થાય છે. ઉનાળા દરમિયાન આમ પન્ના પીવું સ્વાસ્થ્ય માટે લાભકારક છે. આમ પન્ના એટલે કાચી કેરીમાંથી તૈયાર થતું ખાસ પ્રકારનું શરબત. પરંતુ તેની ખાસ વાત એ છે કે તેનાથી શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ વિટામિન સી પોટેશિયમ જેવા પોષક તત્વો મળે છે. ઉનાળા દરમિયાન આમ પન્ના પીવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે તે લુ સામે રક્ષણ કરે છે. આ સિવાય જો તમે ઉનાળા દરમિયાન આમ પન્ના નું સેવન કરો છો તો તેનાથી તમને અન્ય કેટલાક ફાયદાઓ પણ થાય છે. 

આ પણ વાંચો:

આમ પન્ના પીવાના ફાયદા

- તેનું સેવન કરવાથી ઇમ્યુનિટી વધે છે. ગરમીઓમાં બેક્ટેરિયા અને વાયરસ વધવાનું જોખમ વધી જાય છે તેવામાં આમ પણ ના પીવાથી વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટ મળે છે જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને વાયરલ બીમારીઓથી રક્ષણ કરે છે. 

- ઉનાળામાં ડીહાઇડ્રેશન અને લૂ લાગવાની સમસ્યા પણ વધી જાય છે તેવામાં નિયમિત રીતે એક ગ્લાસ આમ પન્નાનું સેવન કરવાથી શરીર હાઈડ્રેટ રહે છે. તેનાથી શરીરમાં પાણીની ઉણપ પણ રહેતી નથી.

- ગરમીમાં લોકોને પાચન સંબંધિત સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. પણ નિયમિત રીતે તમે આમ પણ નાનું સેવન કરશો તો પાચનતંત્ર મજબૂત થશે અને કબજિયાત, એસિડિટી જેવી તકલીફોથી રાહત મળશે.

- કાચી કેરી શરીરમાં રક્તની ઉણપ પણ સર્જાવા દેતી નથી. કારણ કે તેમાં આયરનનું પ્રમાણ વધારે હોય છે તેવામાં તમે આમ પન્ના નું સેવન કરો છો તો શરીરમાં ઉર્જા વધે છે અને સાથે જ હિમોગ્લોબિનનું સ્તર પણ વધે છે.
 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news