Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વાતાવરણમાં પલટો, ફુંકાશે પવન અને થશે વરસાદ

Weather Update 24 May: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી હિમાલયમાં એક પશ્ચિમી વિક્ષોભ સક્રિય થયું છે જેના કારણે દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે. આ વિક્ષોભના કારણે 24 થી 27 મે 2023 વચ્ચે નોંધપાત્ર વરસાદ થવાની શક્યતાઓ છે. 

Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વાતાવરણમાં પલટો, ફુંકાશે પવન અને થશે વરસાદ

Weather Update 24 May: દિલ્હી અનસીઆર સહિત ઉત્તર ભારતમાં મે મહિનામાં ગરમી તેની ચરમસીમા પર છે. દિલ્હીમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસ પર છે. લોકો તડકા અને લૂના કારણે હેરાન પરેસાન થઈ રહ્યા છે. હિટવેવની સ્થિતિ પણ દેશના કેટલાક રાજ્યોમાં જોવા મળે છે તેવામાં આજે દેશના કેટલાક રાજ્યોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. 

આ પણ વાંચો:

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી હિમાલયમાં એક પશ્ચિમી વિક્ષોભ સક્રિય થયું છે જેના કારણે દિલ્હી સહિત ઉત્તરી મેદાની વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે. આ વિક્ષોભના કારણે 24 થી 27 મે 2023 વચ્ચે નોંધપાત્ર વરસાદ થવાની શક્યતાઓ છે. આ સમય દરમિયાન વરસાદ સાથે પવન પણ ફુંકાઈ શકે છે અને વિજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

વાતાવરણમાં પલટો થવાના કારણે લોકોને ગરમીથી થોડી રાહત પણ મળી શકે છે. આગામી થોડા દિવસ તાપમાનનો પારો નીચો આવશે અને 20 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ સ્થિતિ 4થી 5 દિવસ સુધી રહેશે. 

સ્કાયમેટ અનુસાર છેલ્લા 24 કલાકમાં પૂર્વોત્તર ભારત, સિક્કિમ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, કેરળ, તમિલનાડુમાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર બિહાર, આંધ્ર પ્રદેશ, લક્ષ્યદ્વીપ, દિલ્હી, પશ્ચિમી રાજસ્થાન અને ઝારખંડના કેટલાક ભાગમાં લૂની સ્થિતિ જોવા મળી હતી. 

આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, દિલહી, ઉત્તરી રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગમાં ધૂળની ડમરી ઉડી શકે છે અને વરસાદ પણ થઈ શકે છે. સાથે જ તમિલનાડુ, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, ઉત્તરી બિહાર, ઓરિસ્સા સહિતના કેટલાક રાજ્યોમાં હળવો વરસાદ થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news