ત્રીજા માળેથી પુત્રને ફેંકી જનેતાની મોતની છલાંગ! નરોડામાં પોલીસકર્મીની પત્ની-પુત્રએ જીવન ટૂંકાવ્યું
નરોડાના હંસપુરાના સારથી રેસિડન્સીમાં મૃતક મહિલાએ બાળક સાથે કૂદી આપઘાત કર્યો. 33 વર્ષની વિરાજ વાણિયા નામની મહિલાએ 7 વર્ષના રિધમ નામના બાળક સાથે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના નરોડા વિસ્તારમાં પરિણીત મહિલાએ પોતાના પુત્ર સાથે પડતું મૂકી આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. નરોડાના હંસપુરાના સારથી રેસિડન્સીમાં મૃતક મહિલાએ બાળક સાથે કૂદી આપઘાત કર્યો. 33 વર્ષની વિરાજ વાણિયા નામની મહિલાએ 7 વર્ષના રિધમ નામના બાળક સાથે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે શનિવાર ની સવારે સાત વાગે આપઘાતની ઘટના બની હતી.
ઘટનાની જાણ થતા નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાતનું સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું. પરંતુ આપઘાત કરનાર પરણિત મહિલા ના પિયર પક્ષના પરિવારજનોનો આરોપ છે કે સાસરીયા પક્ષ દ્વારા અવારનવાર તેની સાથે મારપીટ કરીને માસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ મૃતક મહિલાના ભાઈએ દાવો કર્યો છે કે પાછલા પાંચ વર્ષથી તેની બહેન સાથે સાસરીયા પક્ષમાં પતિ અને સાસુ માનસિક ત્રાસ આપતા હતા.
ઉપરાંત મૃતક બાળકને બોલવામાં તકલીફ હોવાના કારણે પણ સાસરિયા પક્ષે વાંધો હતો. જેથી મહિલા કંટાળી ગયા હતા. મૃતક મહિલાના 10 વર્ષ પહેલાં લગ્ન થયા હતા શરૂઆતના સમયમાં સાસરીયા પક્ષે સારું રાખ્યું બાદમાં તેની સાથે સારો વ્યવહાર ન કરતા હોવાનો આરોપ પણ પિયર પક્ષે લગાવવામાં આવ્યો છે.
મૃતક મહિલાનો પતિ મિતેશ વાણિયા હિંમતનગર હેડ ક્વાર્ટર માં ડોગ સ્પોટ માં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે. જ્યારે સવારે મહિલા અને તેના બાળકે આપઘાત કર્યો ત્યારે ઘરે તેમના સસરા હતાં, પતિ અને સાસુ હાજર ન હતા. પિયર પક્ષના પરિવારજનોની માંગ છે કે પછી સામે દુષ્ટ પ્રેરણા ની ફરિયાદ નોંધવામાં આવે ત્યારે નરોડા પોલીસે સાસુ સસરા અને પતિ સામે ફરિયાદ નોંધી ને તપાસ શરૂ કરી છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે