જ્ઞાન સહાયક યોજના બંધ કરાવવા યુવાનો કેમ પહોંચ્યા હનુમાન દાદા પાસે! વિદ્યાર્થી ઠાલવી રહ્યા છે વેદના

સરકારે કાયમી ભરતી ન કરતા ઉમેદવારો બજરંગ બલીના શરણે પહોંચ્યા છે. ગુજરાતના અલગ-અલગ મંદિરમાં જઈને ઉમેદવારોએ હનુમાનજીને આવેદનપત્ર આપ્યું હતું. કાયમી ભરતીના બદલે 11 મહિનાના કરાર પર થતી ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.

જ્ઞાન સહાયક યોજના બંધ કરાવવા યુવાનો કેમ પહોંચ્યા હનુમાન દાદા પાસે! વિદ્યાર્થી ઠાલવી રહ્યા છે વેદના

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત સરકારના જ્ઞાન સહાયકના પ્રોજેક્ટનો ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ અનોખો વિરોધ કર્યો છે. સરકારે કાયમી ભરતી ન કરતા ઉમેદવારો બજરંગ બલીના શરણે પહોંચ્યા છે. ગુજરાતના અલગ-અલગ મંદિરમાં જઈને ઉમેદવારોએ હનુમાનજીને આવેદનપત્ર આપ્યું હતું. કાયમી ભરતીના બદલે 11 મહિનાના કરાર પર થતી ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.

સરકાર જ્ઞાન સહાયક યોજના રદ કરે તેવી માગ કરવામાં આવી રહી છે. જો કરાર આધારિત ભરતી થાય તો ઉમેદવારને કોઈ અન્ય સેવા વિષયક હક્ક દાવો મળી શકશે નહીં. વેકેશન સિવાયનો સમય ગણીને 11 મહિનાનો સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ ગણાશે...જેથી તેનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે.

રાજ્યમાં ટેટ, ટાટ પાસ શિક્ષકોની જ્ઞાન-સહાયક અને ખેલસહાયક કરાર આધારીત ભરતીની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવાની રજૂઆત કરવામાં આવી રહી છે. કારણ કે તેમની જો કરાર આધારિત ભરતી થાય તો ઉમેદવારને કોઈ અન્ય સેવા વિષયક હકક દાવો મળી શકશે નહીં. 

આ સાથે આ યોજના અનુસાર જ્ઞાન સહાયકોની કામગીરીનો સમયગાળો માત્ર 11 માસનો રહેશે. વેકેશન સિવાયનો સમય ગણીને11 મહિનાનો સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ ગણાશે. જેથી તેનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news