400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં મોટા ગજાના નેતા પરસોત્તમ સોલંકી-દિલીપ સંઘાણી સામે વોરન્ટ ઈશ્યુ

 રાજ્યના પ્રધાન પુરૂષોત્તમ સોલંકી સામે 400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં ગાંધીનગર કોર્ટ વોરંટ ઇસ્યુ કર્યું. હાઈકોર્ટમાંથી પછડાટ મળ્યા બાદ બંને નેતાઓ પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીને ગઈકાલે ગાંધીનગરની સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટમાં હાજર થવાનું હતું. પરંતુ બંને કોર્ટમાં ગેરહાજર રહેતા 50-50 હજારના વોરંટના હુકમો કરીને બીજી માર્ચ સુધીમાં તેની બજવણી કરવા પોલીસને આદેશ કર્યાં છે. 
400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં મોટા ગજાના નેતા પરસોત્તમ સોલંકી-દિલીપ સંઘાણી સામે વોરન્ટ ઈશ્યુ

હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યના પ્રધાન પુરૂષોત્તમ સોલંકી સામે 400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં ગાંધીનગર કોર્ટ વોરંટ ઇસ્યુ કર્યું. હાઈકોર્ટમાંથી પછડાટ મળ્યા બાદ બંને નેતાઓ પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીને ગઈકાલે ગાંધીનગરની સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટમાં હાજર થવાનું હતું. પરંતુ બંને કોર્ટમાં ગેરહાજર રહેતા 50-50 હજારના વોરંટના હુકમો કરીને બીજી માર્ચ સુધીમાં તેની બજવણી કરવા પોલીસને આદેશ કર્યાં છે. 

ઉલ્લેખનીય છે કે, 2008ના વર્ષમાં આ કૌભાંડમાં બંને નેતાઓ ઉપરાંત મત્સ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત સાત સામે ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમના પર પોતાની સત્તાનો દુરુપયોગ કરીને રાજ્યના તળાવો અને
ડેમમાંથી માછલી પકડવાનો કોન્ટ્રાક્ટ અપાયાનો આરોપ છે. 

શુક્રવારે ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટમાં મંત્રી પરશોત્તમ સોલંક ઈને દિલીપ સંઘાણીને હાજર રહેવાનું હતું. બંને ગેરહાજર રહેતા બંને વિરુદ્ધ 50-50 હજાર વોરંટના હુકમ કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news