આજે અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરાના પ્રવાસે PM મોદી, ઘણી યોજનાઓની આપશે ભેટ

પ્રધાનમંત્રી મોદી અરૂણાચલ પ્રદેશમાં કેટેલીક પરિયોજનાઓનું ઉદ્ધાટન કરશે અને કેટલીક મહત્વની યોજનાઓનો પાયો નાખશે. મુખ્યમંત્રિ કાર્યાલયે ગુરૂવારે આ જાણકારી આપી હતી.

આજે અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરાના પ્રવાસે PM મોદી, ઘણી યોજનાઓની આપશે ભેટ

અગરતલા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (9 ફેબ્રુઆરી) ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશના પ્રવાસ પર છે. તેઓ તે દરમિયાન અગરતલામાં એક રેલીનું સંબોધન કરશે. આ ઉપરાંત એક રેલવે લાઇન અને ત્રિપુરા ટેકનોલોજી સંસ્થા પરિસરમાં નવા બ્લોક સહિત કેટલીક યોજનાઓનું ઉદ્ધાટન કરશે.

પ્રધાનમંત્રી મોદી અરૂણાચલ પ્રદેશમાં કેટલીક પરિયોજનાઓનું ઉદ્ધાટન કરશે અને કેટલીક મહત્વની યોજનાઓનો પાયો નાખશે. મુખ્યમંત્રી કાર્યાલયે ગુરૂવારે આ જાણકારી આપી હતી. 23 કિલોમિટર સુધી લાબી નવી રેલવે લાઇનને દક્ષિણ ત્રિપુરા જિલ્લાના બેલોનિયાથી જોડાશે. પ્રધાનમંત્રી ત્રિપુરાના ભૂતપૂર્વ શાસક મહારાજા બીર બિક્રમ કિશોર માણિક્યની પ્રતિમાનું અનાવરણ કરશે.

તેમણે જણાવ્યું કે, ઇન્સ્પેક્ટર જનરલ રાજીવ સિંહ, પ્રશ્ચિમ ત્રિપુરાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અજીત પ્રતાપ સિંહ અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (સુરક્ષા) શંકર દેબનાથના ઉચ્ચ સ્તરીય દળની સુરક્ષા બંદોબસ્તનું નિરિક્ષણ કરવા માટે બુધવારે હવાઇ મથક અને રેલી આયોજન સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. દેબનાથે કહ્યું કે, ખાસ સુરક્ષા સમૂહનું એક દળ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે મંગળવારે અગરતલા પહોંચ્યું હતું.

આ ઉપરાંત મોટી સંખ્યામાં ત્રિપુરાત રાજ્ય રાયફલના કર્મચારી અને પોલીસ અધિકારી મોદીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અગરતલામાં તૈનાત કરવામાં આવશે. ભાજપ પ્રવક્તા નાબેંદુ ભટ્ટાચાર્યએ કહ્યું કે, પ્રધાનમંત્રી બપોરે લગભગ ત્રણ વાગે ત્રિપુરા પહોંચશે. તેમણે જણાવ્યું કે રાજ્યના છેલ્લા શાસક મહારાજાની પ્રતિમાંનું અનાવરણ કર્યા બાદ મોદી જનસભાનું સંબોધન કરવા માટે સ્વામી વિવેકાનંદ મેદાન જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news