વાંસદાના મહારાજા દિગ્વિરેન્દ્રજી સોલંકીની નિકળી અંતિમયાત્રા, રાજકીય પરિવારનો જમાવડો
મહારાજ નિધનના પગલે તેમના માનમાં સમગ્ર વાંસદા પંથક સ્વયંભુ બંધ રહ્યું હતું. 22માં નરેશ દિગ્વિરેન્દ્ર સિંહ સોલંકનીના અવસાનથી સમગ્ર વાંસદા પંથક શોકમાં ગરકાવ થયું છે.
Trending Photos
નવસારી: વાંસદા સ્ટેટના પરમ સજ્જન અને બહુશ્રુત મહારાજા દિગ્વિરેન્દ્રસિંહજીનું ૯૨ વર્ષની વયે ગઈકાલે માંદગીના કારણે વહેલી સવારે વાપીની હોસ્પિટલમાં તેમનું નિધન થયુ હતું. જે મહારાજાના આજે વાંસદાના પેલેસ ખાતેથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. મહારાજા દિગ્વિરેન્દ્રસિંહજીના નિધનને પગલે સમગ્ર વાંસદા પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.તો સમગ્ર વાંસદા પંથક પણ આજે મહારાજા દિગ્વિરેન્દ્રસિંહજીના માનમાં બંધ પાળ્યો હતો.
મહારાજા દિગ્વિરેન્દ્રસિંહજીનું નિધન થતા વાંસદા પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. આજે નીકળેલી તેમની અંતિમયાત્રામાં અનેક એમએલએ તેમજ રાજય બહારથી અનેક રાજવીઓ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમની અંતિમ યાત્રા વાંસદાના પેલેસથી નીકળી સમગ્ર વાંસદા પંથકમાં ફરી હતી. મહારાજ નિધનના પગલે તેમના માનમાં સમગ્ર વાંસદા પંથક સ્વયંભુ બંધ રહ્યું હતું. 22માં નરેશ દિગ્વિરેન્દ્ર સિંહ સોલંકનીના અવસાનથી સમગ્ર વાંસદા પંથક શોકમાં ગરકાવ થયું છે.
મહારાજ દિગ્વિરેન્દ્રસિંહજીની અંતિમયાત્રા સમગ્ર વાંસદા પંથકમાં ફરી પેલેસના પાછળના ભાગમાં તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મહારાજા દિગ્વિરેન્દ્રસિંહજી સોલંકીને નવસારી જિલ્લા પોલીસ દ્વારા સન્માન આપી ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. મહારાજાના અંતિમ સંસ્કારના સમયે સમગ્ર વાંસદા પંથક ઉમટી પડ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે