સંસ્કારી નગરી વડોદરાની પોલીસ માટે અનોખી સ્કીમ! ફિટનેસ જાળવો અને મનપસંદ પોસ્ટિંગ મેળવો

રેડ કેટેગરીમાં આવતા પોલીસ કર્મચારીઓ માટે યોગ, પ્રાણાયામ, કસરતની વ્યવસ્થાની સાથે સાથે એક ખાસ સ્કીમ પણ મૂકવામાં આવી, જેમાં કર્મચારી વજન ઘટાડવામાં સફળ રહે તો તેને તેની પસંદગીના પોલીસ સ્ટેશનમાં નોકરી આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે..

સંસ્કારી નગરી વડોદરાની પોલીસ માટે અનોખી સ્કીમ! ફિટનેસ જાળવો અને મનપસંદ પોસ્ટિંગ મેળવો

રવિ અગ્રવાલ/વડોદરા: સંસ્કારી નગરી વડોદરાની પોલીસ હવે ફીટ જોવા મળશે. વડોદરા પોલીસ કમિશનરે નવી સ્કીમ પણ લાગુ કરી છે, જે કર્મચારી તેનું વજન ઓછું કરશે તેને મનગમતા પોલીસ સ્ટેશનમાં નોકરી મળશે. વડોદરા પોલીસ બેડામાં આજકાલ એક જ ચર્ચા છે કે જો મનગમતા પોલીસ સ્ટેશનમાં નોકરી કરવી હોય તો વજન ઓછું કરો નોકરી ગમતા પોલીસ સ્ટેશનમાં મળી જશે. જી હા વડોદરા શહેર પોલીસ કમિશનરે પોલીસ જવાનોની હેલ્થ અને ફિટનેસ માટે નવો અભિગમ અપનાવ્યો છે. 

ઇન્ટીગ્રેટેડ હેલ્થ મેનેજમેન્ટ સ્કીમ લાગુ કરવામાં આવી છે અને શહેર પોલીસના 3000 હજાર પોલીસ જવાનોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું, તેમાં ગ્રીન, રેડ અને યલો કેટેગરીમાં વિભાજન કરી રેડમાં આવતા 200 કર્મચારીઓની હેલ્થ અને ફિટનેસ પુવર હતી. જેમના માટે યોગ, પ્રાણાયામ, કસરત અને ડાયટ પ્લાન કરવા આવ્યા જેના કારણે આજે વડોદરા પોલીસના 30 પોલીસ જવાનોની હેલ્થમાં સુધારો જોવા મળ્યો છે.

રેડ કેટેગરીમાં આવતા પોલીસ કર્મચારીઓ માટે યોગ, પ્રાણાયામ, કસરતની વ્યવસ્થાની સાથે સાથે એક ખાસ સ્કીમ પણ મૂકવામાં આવી, જેમાં કર્મચારી વજન ઘટાડવામાં સફળ રહે તો તેને તેની પસંદગીના પોલીસ સ્ટેશનમાં નોકરી આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે અને આ જાહેરાતના પગલે બે મહિલા કર્મચારી સફળ પણ રહ્યા છે. હેલ્થ સુધારતા બે મહિલા પોલીસ જવાનોને એમના મનપસંદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું. 

વારસિયા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા ભારતીબેન રેવાભાઈએ 89.5 કિલોથી 68 કિલો વજન કરતાં તેમને હરણી પોલીસ સ્ટેશનમાં મૂક્યા અને પોલીસ કોન્સ્ટેબલ મોનિકા શૈલેષભાઈએ 83 કિલોથી 66 કિલો વજન કરતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં મૂક્યા. પોલીસ કમિશનરે બંને મહિલા પોલીસને *કોપ ઓફ ધ મન્થ*થી સન્માનિત પણ કર્યા.

ઇન્ટીગ્રેટેડ હેલ્થ મેનેજમેન્ટની આ યોજના હેલ્થ સુધારનારને ગમતું પોસ્ટિંગ આપી તેને બિરદાવવાની સાથે સાથે જેનું વજન ઓછું નહિ થાય અથવા રેડ કેટેગરીમાંથી યલોમાં નહિ આવે તો હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવાની સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે. જેના કારણે પોલીસ જવાનો હવે હેલ્થની બાબતમાં સજાગ બન્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news